Western Times News

Gujarati News

PCBએ પ૩ લાખનાં મુદ્દામાલ સાથે બે કેમીકલ ચોરની અટક કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કેમીકલ તથા ઓઈલ ચોરીની ફરીયાદો વારંવાર સામે આવતી હતી જેને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી જે દરમિયાન પીસીબીની ટીમને કેમીકલ ચોરી કરતી ગેગની જાણકારી મળતા ઓઢવમાં આવેલા એક એસ્ટેટમાં દરોડો પાડીને ચોરીમાં સંડોવાયેલા બે ડ્રાઈવરોને ઝડપી લઈ રૂા.૩.ર૦ લાખની કિંમતનું કોસ્ટીક સોડા લાય કેમીકલ સહીત આશરે પ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મંગળવારે સવારે પીસીબીના પીએસઆઈ ચાવડા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે ઓઢવના ક્રિષ્ના એસ્ટેટમાં આવેલા એક શેડમાં દરોડો પાડયો હતો અને કનૈયા યાદવ (બિહાર) અને દિનેશ દેવડા (રાજસ્થાન)ને ઝડપી લીધા હતા ઉપરાંત ત્યાં રહેલા ત્રણ ટેન્કરોની તપાસ કરતાં ૩.ર૦ લાખની કિંમતનું ૩ર મેટ્રીક ટન કોસ્ટીક સોડા લાય કેમીકલ મળી આવ્યું હતું એ સિવાય પાના, પાઈપો સહીતનો સામાન પણ મળ્યો હતો. આ અંગે પીઆઈ સોલંકીએ કહયુ હતું બંનેની પુછપરછ કરતાં તે પોતે ડ્રાઈવર હતા તથા બહારથી આવેલા ટેન્કરોમાંથી કેમીકલ કાઢી લઈને તેના બદલે પાણી ઉમેરીને આપી દેતા હોવાની કબુલાત કરી હતી એ સિવાય સુરજીદા મહાર (વસ્ત્રાલ) નામનો આરોપી ફરાર છે જેને પણ ટુંકમાં ઝડપીને વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.