લાંબા સમયથી ધમધમતા સરખેજમાં હુક્કાબાર પર ફરી PCBના દરોડા

અમદાવાદ, અમદાવાદમાં ફરીથી હુક્કાબારનું દૂષણ શરૂ થઇ ગયું છે ત્યારે જ સરખેજ મહંમદપુરા રોડ પર ફાલ્કન મોટર્સની ગલીમાં આવેલા બ્રી રોસ્ટ કેફેમાં પીસીબીની ટીમે દરોડા પાડીને ચાલતા હુક્કાબરનો પર્દાફાશ કર્યાે છે. પીસીબીની ટીમે જુદા જુદા ફ્લેવરના ૪૧ પેકેટ અને ૩૦ હુક્કા મળી આવ્યા છે.
હુક્કાબારના સંચાલકો ચોક્કસ લોકોને જ એન્ટ્રી આપતા હતા. ઉલ્લેખનીય છે કે શહેરના ઘણા વિસ્તારોમાં પોલીસની રહેમનજર હેઠળ હુક્કાબાર ધમધમતા થઇ ગયા છે. જે ચિંતાનો વિષય છે.પોલીસ કમિશનરના સીધા તાબામાં કામ કરતી પીસીબીના ઇન્સ્પેક્ટરની ટીમને બાતમી મળી હતી કે સરખેજ -મહંમદપુરા રોડ ઉપર આવેલા બ્‰ રોસ્ટ કેફેમાં સંચાલક અને મેનેજર પોતાના મળતિયા માણસો મારફતે બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે હુક્કાબાર ચલાવે છે.
તેમા જુદાજુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફલેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામા આવે છે. સ્થાનિક પોલીસને જાણ હોવા છતાં આ દિશામાં કોઇ જ પગલાં લેવાતા નથી. જેને પગલે પીસીબીની ટીમે કેફેમાં દરોડા પાડ્યા હતા. પોલીસને હુકકાબારમાંથી ૩૦ હુક્કા અને ફ્લેવર્સના ૪૧ પેકેટ મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કર્યા હતા.
ફ્લેવર હર્બલવાળી હતી કે નિકોટીન તેમાં રાખવામાં આવ્યું હતું કે કેમ તે અંગે તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હુક્કબારના સંચાલકો દિવ્યરાજસિંહ તથા અબ્દુલહમીદ છે જ્યારે મેનેજર તરીકે આમીર ફીરોજખાન પઠાણ કામ કરે છે.SS1MS