PDPUમાં આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝનું ઉદ્ઘાટન
માનનીય વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં 21 નવેમ્બરના રોજ આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને PDPU બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડન્ટ શ્રી મૂકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખસ્થાને રહ્યા હતા. તો રિટાયર્ડ આઇએએસ, ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ તથા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ડી. રાજગોપાલન અને PDPUના ડાયરેક્ટર જનરલ ડો. સુંદર મનોહરન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયાના ઘણાં મોટા નામો પણ અત્યારના મહામારીના સમયને ધ્યાનમાં રાખીને ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.
2608જેટલા યુવાન અને ઊર્જાવાન વિદ્યાર્થીઓને આ પ્રસંગે ડીગ્રી સર્ટિફઇકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અત્યારની COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી ફેસિલિટિઝના ઉદ્ઘાટન સહિતનો આ આખો કાર્યક્રમ PDPUના ડિજિટલ પ્લેટફોર્મ convocation.pdpu.ac.in પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે 46થી પણ વધારે સ્કોલર્સને PhDની ડીગ્રી એનાયત થઇ હતી. તો સાથે 77 જેટલા વિદ્યાર્થીઓને મેડલ્સ ઓફ મેરિટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.માનનીય વડાપ્રધાન નીચે આપેલી પાંચ ફેસિલિટીઝનું ઉદ્ઘાટન કર્યું હતું.
(1) 45 મેગાવોટની મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલેટિક પેનલ (GEDA તરફથી ફંડિંગ – રૂ. 17 કરોડ),
(2) PDPU ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર (DST TBI ફંડિંગ – રૂ. 22 કરોડ), (3) સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (SAG, GOG ફંડિંગ – રૂ. 15 કરોડ),
(4) ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને ડિસેલિનેશન માટે હોરાઇઝન 2020 અંતર્ગત ‘ઇન્ડિયા h2o’ પર ઇન્ડો – યુરોપ બાયલેટરલ પ્રોજેક્ટ (રૂ. 14 કરોડ), (5) ટ્રાન્સલેશન રિસર્ચ સેન્ટર (TREC-PDPU).