Oil Prices: સિંગતેલના ભાવમાં ડબ્બા પર બે દિવસમાં ૧૦૦ રુપિયાનો વધારો
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલમાં સતત ભાવ વધારો જાેવા મળી રહ્યો છે.
સતત બીજા દિવસે આજે સીંગતેલમાં ભાવ વધારો જાેવા મળ્યો હતો. ગઈકાલે ડબ્બે ૫૦ રુપિયાનો વધારો ઝીંકાયા બાદ આજે ફરી એકવાર ડબ્બે ૫૦ રુપિયા વધારવામાં આવ્યા હતા. બે દિવસમાં જ સીંગતેલના ડબ્બાના ભાવમાં ૧૦૦ રુપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. peanut-oil-prices-hiked in 2 days
એક તરફ સતત મોંઘવારી વધી રહી છે ત્યારે રાજ્યમાં સીંગતેલના ભાવ બેકાબુ થઈ રહ્યા છે. ભડકે બળતા સીંગતેલના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સીંગતેલમાં સતત ભાવ વધતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. બે દિવસમાં ડબ્બે રુપિયા ૧૦૦નો વધારો ઝીંકી દેવાયો છે. ગઈકાલે ડબ્બે રુપિયા ૫૦નો વધારો કરતા ભાવ ૨૮૨૦ થયો હતો ત્યારે આજે ફરી એકવાર ૫૦ રુપિયાનો ભાવ વધારો થતા ડબ્બાનો નવો ભાવ ૨૮૭૦ થયો છે. ત્રણ દિવસના ગાળામાં જ રુપિયા ૧૩૦થી ૧૪૦નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સતત વધી રહેલા ભાવ લોકો માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યો છે.