Western Times News

Gujarati News

મગફળી, સુકો મેવો, ગાજર, આમળા, વટાણા, સરસવ

શિયાળામાં સ્વાસ્થ્યના રખોપાં કરે આ ખાદ્ય પદાર્થો

ગ્રીષ્મની રવાનગી સાથે શિયાળાનું આગમન થઈ ચુકયું છે. અને મોસમ બદલાવા સાથે આપણા સ્વાસ્થ્યમાં પણ અચૂક પરિવર્તન આવે છે. બહેતર છે કે ઋતુને અનુરૂપ આહાર લેવામાં આવે. મોસમી ફળો, શાકભાજી, નિયમિત રીતે લેવાથી, આપણે સ્વાસ્થ્ય વિષયક ઘણી સમસ્યાઓને ટાળી શકીએ છીએ. આજે આપણે ઠંડીની ઋતુના આરોગ્યવર્ધક આહાર વિશે વાત કરીશું.

નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતા કહે છે… કેટલાંક લોકોની ચયાપચયની ક્રિયા ખૂબ ધીમી હોય છે. પરિણામે તેમને ઘણીવ્યાધિઓ લાગુ પડવાની સંભાવના રહે છે. પરંતુ ચોકકસ બાબતોની કાળજી રાખીને તેઓ ચયાપચયની ક્રિયા સુચારુ રીતે ચલાવી શકે છે. આને માટે સૌથી પહેલાં તો ભોજન નિયમિત રીતે લેવું રહ્યું તેના સિવાય રોજિંદા આહારમાં પ્રોટિનનું પ્રમાણ વધારવું પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવાથી સ્નાયુઓ મજબુત રહે છે.

સીગદાણામાંથી ભરપુર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેમાં વિટામીન ‘ઈ’ પણ હોય છે જે ત્વચાને શુષ્ક થતી રોકે છે. તદુપરાંત તેમાં રહેલું ઓમેગા-૩ મગજને કાર્યરત રાખવામાં મદદ કરે છે. દરરોજ ર૦૦ ગ્રામ જેટલી મગફળી લેવાથી શરીરને પ૦-પ૦ ગ્રામ પ્રોટીન ૮૦.૬ ગ્રામ ફેટ, પપ.૧ ગ્રામ કાર્બોહાઈડેટ, ૮૦ ગ્રામ કેલેરી, ૧૮. મિ. ગ્રામ કેલ્શિયમ અને ૧૮.૬ ગ્રામ લોહતત્વ મળે છે.

મગફળીની જેમ સુકો મેવો પણ શિયાળામાં વધુ ગુણકારી ગણાય છે તમે ચાહો તો સુકો મેવો શકીને પણ ખાઈ શકો. સાંજના નાસ્તામાં વિવિધ પ્રકારનો સૂકો મેવો લેવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને ફેટ મળી રહે છે. કડધાન્યમાં ભરપુર માત્રામાં વિટામીન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર હોય છે. વારંવાર મેંદાવાળી વસ્તુઓ ખાવાને બદલે શિયાળામાં કડધાન્યનો ઉપયોગ વધારવો. તેનાથી પાચનક્રિયા સુચારુ રીતે ચાલે છે, હદયરોગ આઘો રહે છે, સ્થૂળતા અને મધુપ્રમેહનું જાેખમ પણ ટળે છે.

ઠંડીની ઋતુમાં આમળા પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. આમળાને શિયાળાનું અમૃત ફળ ગણાય છે. ઋતુ પરિવર્તનને કારણે આવતી વ્યાધિઓથી બચાવવામાં આમળા ઉપયોગી થઈ પડે છે. તેમાં રહેલું વિટામીન ‘સી’ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જયારે તેમાં મોજુદ એન્ટિઓકસીડન્ટ શરીરમાં પેદા થતાં વિષારી તત્વો શરીરમાંથી બહાર ફેંકી દેવામાં મદદ કરે છે. આમળા બ્લડ શુગરને અંકુશમાં રાખવા સાથે રકતાલ્પતાથી પણ બચાવે છે.

દિવસમાં માત્ર પ૦-પ૦ ગ્રામના બે આમળા લેવાથી પણ ૦.પ ગ્રામ પ્રોટીન ૧૩.૭ ગ્રામ કાર્બોહાઈડ્રેટ પ૮ ગ્રામ કેલરી, ૧.ર. મિ.ગ્રામ લોહતત્વ મળી રહે છે. ઠંડીની મોસમમાં મળતા લાલ લાલ ગાજર આપણા સ્વાસ્થ્યને રાતી રાયણ જેવા બનાવી શકે છે. ગાજરમાં પ્રચૂર માત્રામાં વિટામીન એ, બી, સી, ડી કે બી-૧ અને બી-૬ હોય છે તેમાં કુદરતી શર્કરા પણ હોય છે. શિયાળામાં થતી નાક, કાન, ગળાની વ્યાધિઓ તેમજ સાઈનસ જેવી સમસ્યાઓથી દૂર રહેવા ગાજર અથવા ગાજરમાંથી બનાવેલી વાનગીઓનું સેવન કરવું ૧૦૦ ગ્રામ ગાજરમાં ૦.૯ પ્રોટીન, ૧૦.૬ કેલેરી ૮૦ મિ. ગ્રામ કેલ્શિયમ, ૦.૦૩ મિ.ગ્રામ આયર્ન હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.