પતંગની દોરીથી ઘાયલ મોરનુ રેસ્ક્યું કરી સારવાર અપાઈ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદમાં પતંગની દોરીથી રાષ્ટ્રીય પક્ષી મોર ઈજાગ્રસ્ત બન્યો હતો.જેની સામાજીક વનીકરણ રેન્જ આમોદ કચેરીને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે તેનું રેસ્કયું કરી ઘાયલ મોરને રેન્જ કચેરીએ લાવી સારવાર આપ્યા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જાહેર જનતાને અપીલ કરી જણાવ્યુ હતું કે આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી.
અને કોઇ અબોલ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં દેખાઈ તો તેને આમોદ રેન્જ કચેરીએ લાવી સારવાર આપવા માટે અપીલ કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેન્જ કચેરીએ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે.જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સામાજીક સંસ્થાના કાર્યકરો પણ સેવા આપી રહ્યા છે.