વેજલપુર અને જોધપુરના તોડેલા રોડથી પ્રજા પરેશાન

(એજન્સી)અમદાવાદ, લોકોના મનમાં સવાલ છે કે રોડને સમારકામ માટે તોડવામાં તો આવ્યા, પરંતુ તેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? વેજલપુરની જેમ જોધપુરમાં પણ રોડ ખોદવામાં આવ્યા છે. જો કે રોડ બનાવવાની કામગીરીમાં ઢીલાશ જોવા મળી રહી છે. જેથી અનેક લોકોને રોજે-રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ફરી એક વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અણધડ આયોજન જોવા મળ્યું છે. વિકાસ માટે વેજલપુર અને જોધપુર વિસ્તારમાં દિવાળી પહેલા રોડ તોડવામાં આવ્યા. છતાં હજી સુધી તેની કામગીરી પૂરી થઇ નથી. ગોકળ ગાયની ગતિએ ચાલતી રોડની કામગીરીને લઇ સ્થાનિકો અને વાહન ચાલકો ખૂબ પરેશાન થયા છે.
લોકોના મનમાં સવાલ છે કે રોડને સમારકામ માટે તોડવામાં તો આવ્યા, પરંતુ તેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? વેજલપુરની જેમ જોધપુરમાં પણ રોડ ખોદવામાં આવ્યા છે.
જો કે રોડ બનાવવાની કામગીરીમાં ઢીલાશ જોવા મળી રહી છે. જેથી અનેક લોકોને રોજે-રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોધપુર વિસ્તારમાં જાણે ગોકળ ગતિએ મ્યુનિસિપાલિટીની કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ લોકોની માગ છે કે તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવામાં આવે, જેથી અકસ્માતનો ભય ન રહે. સાથે જ ટ્રાફિક સમસ્યા પણ ન સર્જાય અને અવરજવરમાં અગવડતા ન પડે. હવે જોવાનું રહ્યું કે વેજલપુર અને જોધપુરના લોકોની મુશ્કેલી યથાવત રહે છે, કે પછી તાત્કાલિક અને ઝડપી રોડની કામગીરી થશે.