લોકો જેઠાલાલ-દયાના ફની સીનને મિસ કરે છે: દિલીપ જોશી
મુંબઈ, પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે નવા ‘ટપ્પુ’ની જાહેરાત કરી ત્યારથી શો ચર્ચામાં છે. ટપ્પુના પાત્રમાં રાજ અનડકટને નિતિશ ભાલુનીએ રિપ્લેસ કર્યો છે અને હાલમાં મીડિયા સાથે પણ તેની ઓળખાણ કરાવવામાં આવી હતી.
ગત વર્ષની શરૂઆતમાં છેલ્લા ૧૪ વર્ષથી TMKOC સાથે સંકળાયેલા શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ સચિન શ્રોફે તેમને ‘તારક મહેતા’ના રોલમાં રિપ્લેસ કર્યા હતા.
ત્યારબાદ કોરોના પહેલા શો છોડનારી મોનિકા ભદોરિયાનું રિપ્લેસમેન્ટ પણ મેકર્સ શોધી લાવ્યા અને હાલ નવી ‘બાવરી’ તરીકે નવિના વાડેકર છે. જાે કે, એક પાત્ર એવુ છે જે પાંચ વર્ષથી ગાયબ છે અને તે માટે હજી કોઈનું નામ ફાઈનલ કરવામાં આવ્યું નથી, તે છે ‘દયાબેન’. જે શરૂઆતથી દિશા વાકાણી દ્વારા ભજવવામાં આવતું હતું અને મેટરનિટી લીવ પર ગયા બાદ તે પરત ફરી નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિતિષ સાથે હાજર ‘જેઠાલાલ’ દિલિપી જાેશીએ ફરીથી તે ક્યારે પાછી આવશે તે સવાલનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે Dayaben પાત્ર વિશે પૂછવામાં આવ્યું તો દિલીપ જાેશીએ કહ્યું હતું કે ‘તે સંપૂર્ણરીતે મેકર્સ પર આધાર છે. તેઓ નક્કી કરશે કે, તેઓ રિપ્લેસ કરીને નવા એક્ટરને લેવા માગે છે કે નહીં. એક્ટર તરીકે હું દયાના પાત્રને મિસ કરી રહ્યો છું.
તમે ઘણા લાંબા સમય સુધી દયા અને Jethalalના સારા અને ફન સીન એન્જાેય કર્યા છે. જ્યારથી દિશાજી ગયા છે ત્યારથી તે પાર્ટી, એન્ગલ અને ફની પાર્ટ મિસિંગ છે. દયા અને જેઠાની કેમેસ્ટ્રી મિસિંગ છે. લોકો પણ આવું જ કહી રહ્યા છે. જાેઈએ હવે, હું તો હંમેશા પોઝિટિવ જ રહું છું. આસિત ભાઈ પણ પોઝિટિવ છે. તેથી કંઈ રસપ્રદ આવી શકી છે અને તે અંગે કોઈ કંઈ જાણતું નથી.
કાલ કોણે જાેઈ છે. તારક મહેતાની ટીમ સાથે હાલમાં જ જાેડાયેલા નિતિષે દિલીપ જાેશી સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. તેણે કહ્યું હતું કે ‘દિલીપ જાેશી પાત્રમાં કેવી રીતે રહેવું અને પાત્રને કેવી રીતે જીવવું તે સારી રીતે જાણે છે. તે એક અલગ જ લેવલનું પાત્ર છે.
જ્યારે સરના સીન ચાલતા હોય ત્યારે તેઓ કેવી રીતે જેઠાલાલના પાત્રમાં ઢળી જાય છે તે હું કેમેરા સામે બેસીને જાેઉ છું’. તો દિલીપ જાેશીએ તરત જ કહ્યું હતું કે ‘આ ક્ષણ ટપ્પુ વિશે વધારે જાણવાની છે. તો મારા વખાણ ન કરો અને તેના વિશે વાત કરો’.SS1MS