યુવતીની લાશ મળી તે ઓવરહેડ ટાંકીનું પાણી પીવા લોકો તૈયાર નથી
મહિલાઓનો નગરપાલિકામાં થાળી વગાડી હલ્લાબોલ-સિદ્ધપુરમાં માનવઅંગોવાળી ટાંકીનું પાણી પીવા લોકોની ના
સિદ્ધપુર, સિદ્ધપુરમાં ગુમ થયેલ સિંધી યુવતીની લાશ મળી આવ્યા પછી કોઠારી વાસની ઓવરહેડ ટાંકી અને મહોલ્લાઓમાં પાણી લાવતી પાઈપલાઈનથી લોકો એટલા છળી ગયા છે કે તેનું પાણી પીવા માટે તૈયાર નથી.
ગુરુવારે અંદાજે પ૦થી વધારે મહિલાઓ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને અમે આ ટાંકી અને પાઈપલાઈનનું પાણી પીવાના જ નથી તેમ કહી થાળી વેલણ વગાડી બીજા વિસ્તારની ટાંકીથી નવી પાઈપલાઈન નાખીને પાણી આપવા માંગ ઉચ્ચારી હતી. સાથે સાથે વોટરવર્કસ ચેરમેનને હટાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
પાટણના સિદ્ધપુર પાલિકામાં પાણીની પારાયણ !
મહિલાઓએ થાળી-વેલણ વગાડી તેમજ બોટલો ફેંકી કર્યો વિરોધ#Gujarat #News18GujaratiNo1 #Patan pic.twitter.com/h8NEcK5oau— News18Gujarati (@News18Guj) May 25, 2023
ઉપલીશેરી, લાલડોશી પોળ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અમને બધાને પહેલા તો પાણી સપ્લાયની ટાંકી બદલી આપો પસવાદળ કે મંડીબજારની ટાંકીનું પાણી આપવામાં આવે. લાઈન બદલવામાં આવે. અમને ચોખ્ખું પાણી પુરું પાડવામાં આવે.
વોટર વર્કસ કમિટીના ચેરમેનનું રાજીનામું અમે માગ્યું હતું જે અમારી સમક્ષ પ્રમુખને રાજીનામું લખી આપ્યું છે.
સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર ૪ અને પમાં પીવાના પાણીની ઉપલી શેરી અને લાલડોશીની પોળમાં જતી પાઈપલાઈનમાંથી દસ દિવસ પૂર્વે એક યુવીના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.