સલમાન ખાનનાં ટીઝરને લોકોએ ‘સાલાર’ની સસ્તી નકલ ગણાવી

મુંબઈ, સલમાન ખાન અને ડિરેક્ટર આર.મુર્ગાદોસની ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર ગુરુવાર બપોરે લોંચ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં ભારોભાર એક્શન સિક્વન્સ જોવા મળે છે. કેટલાંક સલમાન ફૅન્સ દ્વારા આ ટીઝરના વખાણ થયા છે. તો કેટલાંક સોશિયલ મીડિયા યૂઝરે આ ટીઝરને ‘સાલાર’ની સસ્તી કોપી ગણાવી છે. પ્રશાંત નીલે ડિરેક્ટ કરેલી પ્રભાસની ફિલ્મ સાથે તેની સરખામણી થઈ રહી છે.
આ ટીઝરમાં સલમાનની જાણીતી સ્ટાઇલમાં ભારોભાર એક્શન છે, તે સરળતાથી ઘણા વિરોધીઓ સાથે બાથ ભીડતો દેખાય છે, કોઈને મુકકા કે કોઈને લાતથી હવામાં ઉડાડે છે, કેટલાક સીન બહાર છે તો કેટલાક સીન પ્લેનની અંદર પણ છે.
એક સીનમાં સલમાન પર કેટલાંક લોકો તલવાર જેવા ધારદાર હથિયારોથી હુમલો કરતા દેખાય છે, તેમાં ખાસ તેની સરખામણી સાલાર સાથે થઈ રહી છે.
જેના કારણે લોકોએ ટીઝરને સાલારની સસ્તી કોપી ગણાવી છે.કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર આ બંને ફિલ્મની એક્શન સિક્વન્સના કોલાજ બનાવીને તેના મીમ્સ પણ બનાવ્યા હતા. કેટલાંકે આ સીનને ફિલ્મનો સૌથી અતાર્કિક અને નિરર્થક સીન ગણાવ્યો હતો. તો કેટલાંક લોકોએ તો સલમાનની સિકંદર અને પ્રભાસની સાલાર વચ્ચે કઈ સારી અને કઈ ખરાબનું વોટિંગ પણ શરૂ કરી દીધું હતું.
\‘સિકંદર’ ૨૦૨૫ની ઇદ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર આર.મુર્ગાદોસ ‘ગજની’, ‘હોલિડે’ ‘થુપ્પાક્કી’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મમાં સલમાન સાથે કાજલ અગ્રવાલ અને રશ્મિકા મંદાના પણ મહત્વના રોલમાં જોવા મળશે.
એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં સલમાન નવા અંદાજમાં જોવા મળશે, પરંતુ આ ફિલ્મના પ્લોટ વિશે કે સલમાનના લૂક વિશે ટીઝર પરથી કોઈ અંદાજ આવતો નથી. ફિલ્મ માટે સસ્પેન્સ ઊભું કરવાના પ્રયાસો વચ્ચે તેને ટિપિકલ સલમાન સ્ટાઈલની મસાલા ફિલ્મ માનવામાં આવે છે.SS1MS