લોકોએ ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉત્તરાયણની ઉજવણી કરી
અમદાવાદ, રાજ્યમાં લોકોએ ઉત્તરાયણ મનાવી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી જોવા મળ્યું હતું. ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચારે બાજુ કા પ્યો છે ના અવાજ ગુંજી રહ્યા હતા.
બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ વેજલપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. વેજલપુર પહોંચેલા શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવ્યા હતા, જોકે, આ પહેલા તેમણે ત્યાં હજાર બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ પણ વહેંચી હતી. બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા.
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ વેજલપુરમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-૨ના બ્લોક-મ્માં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહ વેજલપુર પહોંચ્યા તો ત્રણ અમિતનો સંયોગ બન્યો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ વેજલપુર આવવાના હતા તેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ અગાઉથી વેજલપુર પહોંચ્યીને સુરક્ષા-વ્યવસ્થામાં જોતરાઈ હતી.
નોંધનીય છે કે, અમિત શાહ આ પહેલા પણ ઘણી વખત અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી ચૂક્યા છે, પાછલા વર્ષે પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે વેલજલુપ પહોંચ્યા હતા. અમિત શાહ વેજલપુર પહોંચ્યા તે પહેલા તેમણે અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. મકરસંક્રાતિ નિમિત્તે તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા. તેઓ હવે ગાંધીનગર પણ જવાના છે.SS1MS