કચ્છમાં અડધી રાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
અમદાવાદ, ફરી એકવાર કુદરતી આપત્તિથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, એકબાજુ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો વળી બીજીબાજુ ભૂકંપના આંચકા પણ અનુભવાવવા લાગ્યા છે. તાજા સમાચાર પ્રમાણે, ગઇ રાત્રે કચ્છમાં ભૂકંપ આવ્યાનો અહેવાલો મળી રહ્યાં છે. ગઇ રાત્રે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આ આંચકો ૩.૦ ની તીવ્રતાનો હતો અને મોડી રાત્રે ૧૨.૧૬ કલાકની આજુબાજુ આવ્યો હોવાનું સામે આવ્યુ છે.
ભૂકંપનું કેન્દ્ર બિન્દુ કચ્છના ખાવડાની નૉર્થ વેસ્ટમાં ૩૫ કિમી દુર નોંધાયુ હતુ. ખાસ વાત છે કે, કચ્છમાં અચાનક મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા.
તે જ સમયે, ભારતમાં પણ આવા જ ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. એક અગ્રણી હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે લગભગ ૫ સે.મી. આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના લેન્ડમાસમાં તણાવ વધી રહ્યો છે. જાણકારોના મતે આગામી દિવસોમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતાઓ વધી રહી છે.
હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, “પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટો ધરાવે છે, જે સતત ફરતી રહે છે. ભારતીય ટેકટોનિક પ્લેટ છે. દર વર્ષે ૫ સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે.SS1MS