નરસંડામાં વાંદરાના ત્રાસથી પ્રજા મુશ્કેલીમાં મહિલા પર હુમલો કરતા 12 ટાંકા આવ્યા
(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ તાલુકાના નરસંડામાં રબારી ભાગોળ થી હાઈસ્કૂલ જવાના માર્ગ પર આવેલ વિવિધ સોસાયટીઓમાં ઘણા સમયથી વાંદરા નો ત્રાસ વધ્યો છે અગાસી પર કપડાં સૂકવવા કે અન્ય કામ માટે જતા લોકો પણ વાંદરો હુમલો કરી ઇજા પહોંચાડતા હોવાના બનાવો બની રહ્યા છે.
ગઈકાલે એક મહિલાને વાદરા એ બચકું ભરતા તેમને 12 ટાંકા આવ્યા છે વન વિભાગ આ બાબતે વાંદરા ને પકડી પાંજરે પૂરે તેવી માંગ ઉઠી છે નડિયાદ તાલુકાના નરસંડા સંતરામ મંદિર નજીક આવેલી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી વાંદરા નો ત્રાસ વધ્યો છે.
એક વાંદરો છેલ્લા ઘણા દિવસથી પ્રજાને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે કોઈ મહિલા અગાસી પર કપડાં સુકવવા જાય અથવા તો કોઈ કામ માટે જાય ત્યારે પણ આ વાંદરો તેના ઉપર હુમલો કરી ઈજા પહોંચાડે છે નરસંડા ગામના અમિતભાઈ એ જણાવ્યું હતું કે આ વાંદરો છેલ્લા ઘણા સમયથી પ્રજાને હેરાન કરે છે અને બચકા ભરી ઇજા પહોંચાડે છે ગઈકાલે પણ આ વાંદરા એક મહિલા પર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી.
અગાઉ પણ આ વાંદરા નો હુમલા નો ભોગ આ વિસ્તારના ઘણા લોકો બન્યા છે વન વિભાગ વહેલી તકે આ વાંદરા ને પકડે અને પાંજરે પૂરે તેવી અમારી માંગ છે નહીં તો નાના બાળકો પર આ વાંદરો હુમલો કરે તો મોટી જાન હા ની થવાની શક્યતા છે ત્યારે વન વિભાગ આ વાંદરા ને પકડે છે તે ખૂબ જ જરૂરી છે
હાલમાં આ વિસ્તારના લોકો આ વાંદરાના આતંકી મુશ્કેલીમાં મુકાયા છે અને સતત ભય નીચે જીવે છે ત્યારે વન વિભાગ આ બાબતે યોગ્ય કરે એ સમયની માંગ છે.