Western Times News

Gujarati News

આકાશમાં ત્રણ પેરાગ્લાઈડર દેખાતા લોકોમાં કૂતુહલ જાગ્યુ

રાજસ્થાનથી ઉડેલા પેરાગ્લાઈડરોનું હિંમતનગર ખાતે સુરક્ષિત લેન્ડિંગ

મોડાસા, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામ કુણોલ પંથકમાં શુક્રવારના રોજ બપોરના સમયે ત્રણ પેરાગ્લાઈન્ડિગ પેરાશુટ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં પ્રથમ વખત આવા દ્રશ્યો જોઈ લોકોમાં કુતુહલ સર્જાયુ હતું તેમજ લોકો તર્ક-વિતર્ક કરતા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારઈલ થયો હતો જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. કુણોલ ગામ પંથકમાં આકાશમાં ત્રણ પેરાગ્લાઈન્ડિગ ઉડતા દ્રશ્યો લોકોએ નિહાળ્યા હતા. કોઈ વ્યક્તિઓ ચાલુ વિમાનમાંથી પેરાશુટ સાથે નીચે ઉતર્યા હોય તેવી અફવાઓનું બજાર પણ આ ઘટના બાદ ગરમ થયું હતું. જોકે આખરે વાયુસેનાના જવાનોએ રાજસ્થાનથી ૮૦ કિ.મી.નું ટ્રાયલ કર્યાનું સામે આવ્યું હતું.

આખરે સાંજના સમયે આ વાયુ સેનાનું ટ્રાયલ હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન રાજયના ધંબોલા પોલીસ મથકની હદમાંથી વાયુસેનાના ૩ જવાનોએ પેરાગ્લાઈન્ડિગથી ઉડાન ભરી હતી.

જોકે ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત આ પ્રકારના દ્રશ્યો જોઈ લોકો અચંબામાં પડ્યા હતા. આ ઘટના અંગે વાયુવેગે સમાચાર વહેતા થતા જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે તપાસ દરમિયાન આ વાયુસેનાનું ટ્રાયલ હોવાનું જણાવ્યું હતું. આ પેરાશુટથી ઉડાન હિંમતનગર ખાતે લેન્ડિંગ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.