3 કલાક સુધી રોલર કોસ્ટર રાઈડમાં ઉંધા લટકી રહ્યા લોકો
રોલર કોસ્ટર અચાનક અટકી જતાં લોકો ત્રણ કલાક રાઈડમાં ફસાયા-ફેસ્ટિવલમાં રોલર કોસ્ટરની મજા માણવી શોખિનોને ભારે પડી
વોશિંગ્ટન, રોલર કોસ્ટરની મજા માણવી કેટલાક શોખિનોને ભારે પડી ગઇ છે.મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં વિસ્કોન્સિન ફેસ્ટિવલમાં (USA Wisconsin Festival) ટેક્નિકલ ખામીને કારણે, રોલર કોસ્ટર રાઈડ દરમિયાન અચાનક જ અટકી ગઈ હતી અને માથુ નીચે અને હવામાં પગની સ્થિતિમાં જ લોકો ૩ કલાક સતત આ રાઇડમાં ફસાઇ રહ્યાં હતા. Wisconsin were stuck upside down for three hours after a roller coaster broke.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રોલર કોસ્ટર રાઈડ દરમિયાન અધવચ્ચે જ ખરાબ થઇ ગયુ હતુ. ટિ્વટર પર આ ઘટનાનો વીડિયો જાેઈને કેટલાક લોકો રોલર કોસ્ટરની મજા માણતા પહેલા એકવાર ફરીથી ચોક્કસથી વિચારશે.
એક ટિ્વટર એકાઉન્ટ પરથી આ રાઇડનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ આ ઈમરજન્સી અમેરિકાના વિસ્કોન્સિન ફેસ્ટિવલમાં બની હતી.
Thrill seekers at Forest County Festival in Crandon, Wisconsin were stuck upside down for three hours after a roller coaster broke. pic.twitter.com/BHw7rRkN6J
— Citizen Free Press (@CitizenFreePres) July 5, 2023
જ્યાં રોલર કોસ્ટર ફસાઈ જવાને કારણે આઠ લોકો ત્રણ કલાક સુધી લટકતા રહ્યા. સ્થાનિક મીડિયા પ્રમાણે રોલર કોસ્ટરમાં ફસાયેલા આઠ લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. જાેકે, ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
વીડિયોમાં જાેવા મળે છે કે, કેટલાક લોકો રોકાયેલા રોલર કોસ્ટરની ઉપરની એક સીટ પર બેઠા છે અને બૂમો પાડી રહ્યા છે, જ્યારે એક વ્યક્તિ કોસ્ટર પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘટના અંગે સ્થાનિક ફાયર વિભાગના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ટેકનિકલ ખામીને કારણે રોલર કોસ્ટર રાઈડ દરમિયાન બંધ થઈ ગયું હતું, જેના કારણે કેટલાક લોકો હવામાં અટવાઈ ગયા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ લોકો જાેઈ ચૂક્યા છે.