શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છેઃ બાંગ્લાદેશ કમિશન
ઢાકા, બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના શાસન દરમિયાન કથિત રીતે લોકોના ગુમ થવાના આશરે ૩૫૦૦ મામલાની તપાસ માટે દેશની વચગાળાની સરકારે પાંચ સભ્યોનું તપાસપંચ નીમ્યું હતું.
આ તપાસપંચે તેના અહેવાલમાં જણાવ્યું છે કે લોકોના કથિત રીતે ગુમ થવા પાછળ પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના શાસનના ઉચ્ચ સૈન્ય અને પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. આ કમિશને મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસને “સત્યનો ખુલાસો” શીર્ષક હેઠળનો પોતાનો વચગાળાનો અહેવાલ સુપરત કર્યાે હતો અને ત્યારબાદ આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું.
આ ઘટનાઓની તપાસ માટે રચવામાં આવેલા કમિશને અંદાજ લગાવ્યો છે કે આવા કેસોની સંખ્યા ૩,૫૦૦થી વધુ છે.મુખ્ય સલાહકારના કાર્યાલયની પ્રેસ વિંગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આયોગને પુરાવા મળ્યા છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિર્દેશ પર લોકોને ગુમ કરી દેવામાં આવ્યા હતા.
તેમાં જણાવવામાં આવ્યું છે કે રક્ષા સલાહકાર મેજર જમરલ (નિવૃત્ત) તારિક અહેમદ સિદ્દીકી, નેશનલ ટેલિકોમ સર્વેલન્સ સેન્ટરના ભૂતપૂર્વ મહાનિર્દેશક અને મેજર જનરલ ઝિયાઉલ અહસન, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મોનિરુલ ઇસ્લામ અને મોહમ્મદ હારુન-ઓર-રશીદ અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ આ ઘટનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ હાલમાં ફરાર છે.
મનાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના બળવામાં ૫ ઓગસ્ટે શેખ હસીનાની અવામી લીગ સરકારને સત્તા પરથી ઉથલાવ્યા બાદ તેઓ દેશ છોડીને ભાગી ગયા છે.SS1MS