વાવાઝોડાની આગાહીના પગલે દરિયા કિનારે વસતા લોકોને સાવધ કરાયા
(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં માછીમારોને થોડા દિવસ દરિયો ખેડવા ન જવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. દરિયામાં માછીમારી કરતા સાગરખેડૂઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. People living on the seashore were warned due to the storm forecast
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. ત્યારે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ખેડવા ન જવાની સલાહ આપી છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિને લઈને ઘોઘા સહિતના દરિયા કિનારે વસતા લોકોને પણ સચેત કરવામાં આવ્યા છે.
મોટાભાગના માછીમારો તો પરત પણ આવી ચૂક્યા છે. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જાે કે, હજુ વાવાઝોડાની કોઈ અસર જાેવા મળી નથી. ૧૬૦૦ કિ.મીનો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં માછીમારીનો ઉદ્યોગ મોટાપાયે વિકસ્યો છે. સાગરખેડૂઓ તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે.
ત્યારે વાત કરીએ ભાવનગરના ૧૫૨ કિ.મી.ના લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં ભાવનગર જિલ્લાના ભાવનગર, ઘોઘા, કુડા, કોળીયાક, હાથબ, ગોપનાથથી શરૂ કરી છેક મહુવા સુધી દરિયાકાંઠો પથરાયેલો છે. તેમજ દરિયાકાંઠે જ વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડ કાર્યરત છે.
હાલ હવે જ્યારે ચોમાસા દરમિયાન દરિયામાં જવું ખૂબ જાેખમી હોય છે. તેથી આ સમય દરમિયાન માછીમારી કરવા જતા માછીમારોને પરત બોલાવી લેવામાં આવે છે. આગામી ૧ જૂનથી માછીમારોની માછીમારી કરવાની સિઝન પૂર્ણ થઈ જતી હોય છે.
આ સિઝન પૂર્ણ થતા ઘોઘા બંદર સહિત જિલ્લાના દરિયાકાંઠા પાસે આવેલા અનેક ગામોના માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જૂન માસથી જુલાઈ માસ સુધી માછીમારોને દરિયો ખેડવા માટે મનાઈ કરવામાં આવતી હોય છે.
તેથી હજુ પણ જાે કોઈ માછીમારો દરિયામાં રહી ગયા હોય અને પરત ન આવ્યા હોય તેઓને વાયરલેસથી સંપર્ક કરી અને દરિયાકાંઠે પરત બોલાવી લેવામાં આવ્યા છે. જ્યારે ચોમાસાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતો હોય છે. ત્યારે માછીમારો જાે દરિયામાં હોય તો તેમના પર અને તેમનાં વહાણો અને જહાજાે પર પણ મોટા પ્રમાણમાં ખતરો તોળાતો હોય છે.