લોકોને હીરા અને સોનું ગમે છે ત્યારે ચાંદી મારી ભરોસાપાત્ર વસ્તુ: નેહા જોશી ઉર્ફે યશોદા
જ્વેલરી મહિલાના જીવનમાં મહત્ત્વપૂર્ણ છે, જે તેમને અજોડ, ફેશનેબલ અને અદભુત મહેસૂસ કરાવે છે. સુંદર જ્વેલરી મહિલાના એકંદર દેખાવને પૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ ઘટક છે.
એન્ડટીવીની મુખ્ય મહિલા કલાકારો નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ) સર્વ બાબતોમાં જ્વેલરી માટે તેમની લગની વિશે વટાણા વેરે છે!
દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “ફેશન હંમેશાં પરિવર્તન અને ઉત્ક્રાંતિ પામે છે, પરંતુ ચાંદી માટે મારો પ્રેમ સદા ટકી રહ્યો છે. આ મારી સૌથી મનગમતી એસેસરી છે, જે ખાસકરીને મારી વહાલી કોટનની સાડીઓ સહિત કોઈ પણ આઉટફિટમાં ઝાકઝમાળ ઉમેરે છે. મોટા ભાગના લોકોને હીરા અને સોનું ગમે છે ત્યારે ચાંદી મારી ભરોસાપાત્ર વસ્તુ છે.
મારાં લગ્ન સમયે મારી સાસુ હું સોનું લઉં એવું ચાહતી હતી, પરંતુ મેં ચાંદી અપનાવી. મેં તેને સમજાવી કે ભવિષ્યમાં મને ભેટ આપવા જ માગતી હોય તો કોઈ પણ સોનાનો નાનો ટુકડો આપી શકશે. હું જ્યારે પણ પારંપરિક અથવા આધુનિક પોશાક ધારણ કરું છું
ત્યારે બંગડીઓ, એરિંગ, વીંટી, હાર, બ્રેસલેટ અને વધુ (મને ચાંદી પ્રત્યે લગાવ હોય કે નહીં હોય)ના મારા વ્યાપક કલેકશનમાંથી ચાંદીથી હું તેને વધુ શોભાવું છું. આથી જો તમે મને સૂર્યપ્રકાશમાં ચમકતી જુઓ તો તેવું શા માટે છે એ તમે જાણી જશો! (હસે છે).”
હપ્પુ કી ઉલટન પલટનની કામના પાઠક ઉર્ફે રાજેશ કહે છે, જ્વેલરીની વાત આવે ત્યારે એરિંગ મારી ફેવરીટ છે. એરિંગની યોગ્ય જોડી મારા સંપૂર્ણ લૂક માટે અજાયબી સર્જી શકે છે. આખરે કોઈ પણ અમારી સાથે વાત કરે ત્યારે સૌપ્રથમ તે જ જુએ છે, જેથી તે મનોહર અને આકર્ષક હોવું જોઈએ.
મને સુંદરતા ગમે છે, જેથી હું સાદગી અને મનોહરતા પણ આલેખિત કરતી નાજુક, બારીક ડિઝાઈનની જ્વેલરી અપનાવું છું. મારે માટે ડિઝાઈન સાથે કળાકારીગરીની ગુણવત્તા પણ મહત્ત્વની છે. હું ભારપૂર્વક માનું છું કે હું પસંદ કરું તે કોઈ પણ જ્વેલરી સારી રીતે બનાવેલી અને કળાત્મક રીતે ઘડેલી હોવી જોઈએ.
અને જો મારા વ્યક્તિત્વને પ્રદર્શિત કરવા તેને કસ્ટમાઈઝ્ડ કરી શકાય તો સોનામાં સુગંધ ભળે એવી વાત થશે. મને હાર તરીકે બ્રોચ અથવા કોઈ પણ સાડી સાથે બ્રેસલેટ પહેરીને અજમાયશ કરવાનું ગમે છે. એકંદરે હું માનું છું કે જ્વેલરી સુંદર દેખાવી જોઈએ, આપણી સ્ટાઈલને બહેતર બનાવે તેવી અને આપણા અજોડ વ્યક્તિત્વને વ્યક્ત કરે તેવી હોવી જોઈએ.”
ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “કહેવાય છે કે હીરા છોકરીઓના બેસ્ટ ફ્રેન્ડ છે, પરંતુ સચ્ચાઈ સ્વીકારવી જોઈએ કે જ્વેલરીની વાત આવે ત્યારે કોઈ આકાર બધામાં ફિટ થતો નથી. સોનું, ચાંદી, હીરા હોય કે મોતી, મિક્સિંગ અને મેચિંગની પણ એક કળા છે.
એરિંગની જોડી કે નાજુક હાર પ્લેન આઉટફિટને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે, જ્યારે હીરાનો હાર ક્લાસિક પસંદગી છે ત્યારે મને ડાયમંડ ચોકર ગમે છે. તે મારી લાંબી ગરદનમાં ઉત્તમ રીતે પૂરક બને છે અને કોઈ પણ આઉટફિટમાં રંગ ઉમેરે છે. ચાંદબાલીથી લાંબી બાંયના ડસ્ટર્સ સુધી મને બધા પ્રકારના એરિંગ્સ ગમે છે.
યોગ્ય હાર પસંદ કરવાની વાત આવે ત્યારે તમારી ગરદનની રેખાને તે પૂરક શોધવી જોઈએ. અને જો તમે દેખાવમાં અમુક દેશી ખૂબીઓ ઉમેરવા માગતા હોય તો ઝુમખા સાથે તમે ક્યારેય ખોટા નહીં પડી શકો. એરિંગ્સ સાથે મારા ફિક્સેશને ભારતમાં મારા પ્રવાસમાંથી અજોડ નંગો ભેગા કરવા મને પ્રેરિત કરી છે.
કુંદન મારી ફેવરીટ સ્ટાઈલમાંથી એક છે. નાના ઘૂંઘરૂની નાજુક ડિઝાઈન અને મીઠો અવાજ મને બહુ વહાલો છે. જ્વેલરી એટલે અંગત સ્ટાઈલ અને તમારી જોડે વાત કરી શકે તેવા નંગોની શોધ. હીરા છોકરીઓના બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે છે, પરંતુ એસેસરાઈઝિંગની વાત આવે ત્યારે અદભુત મહેસૂસ કરાવે તે કશું પણ ચાલી શકે છે!”