ગોધરામાં વિશાળ તિરંગા યાત્રામાં તમામ સમુદાયના લોકો સ્વયંભૂ જાેડાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે “હર ઘર તિરંગા” અને “મારી માટી, મારો દેશ” જેવા અભિયાન ને લઈ ભારત એક બને,શ્રેષ્ઠ બને,તેવા ઉદ્દેશ્યથી
તથા આઝાદીમાં બલિદાન આપનાર વીરો અને વિરાંગનાઓની શહીદીને આજની યુવા પેઢી સમજે-ઓળખે તેવા આશયથી ‘હર ઘર તિરંગા’ અને ‘મારી માટી,મારો દેશ ‘ અભિયાન ચાલી રહ્યું છે.
જે ભાવનાથી પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્ધારા આજરોજ ગોધરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભક્તિના ગીતોની ગુંજ અને પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓ સાથે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર ખાતે થી શહેરનામુખ્ય માર્ગો પર ચર્ચસર્કલ, પાજરાપોળ રોડ, વિશ્ર્વકર્મા ચોક રોડ, શરાફ બજાર રોડ, રાની મજીદ રોડ ,પોલન બજાર રોડ, રેલ્વે સ્ટેશન રોડ , જુના બસ સ્ટેશન રોડ,રામસાગર તળાવ સુધી યોજાઈ હતી.
આ યાત્રામાં ગોધરાના તમામ સમુદાયના લોકો હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં જાેડાયા હતાં પોલીસની દસ પ્લાટુન ગોધરા શહેરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, મહિલા મંડળો તથા યુવા મંડળો વિવિધ ડ્રેસ કોડ સાથે જાેડાયા હતા.આ તિરંગા યાત્રામા શહેરના વિવિધ સ્થળો પર તમામ સમાજ લોકો દ્રારા તિરંગા યાત્રા નુ સ્વાગત કરવામાં આવ્યો હતુ,
તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, કોલ્ડ્રીંક્સ તેમજ વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યો હતૂ.આ તિરંગા યાત્રામા પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, રેન્જ આઈ.જી.રાજેન્દ્ર અસારી,જિલ્લા પોલીસ વડા હિમાન્સુ, સોલંકી,ગોધરા ના ધારાસભ્ય સી.કે રાઉલજી,મોરવા હડફના ધારાસભ્ય,
નિમિષાબેન સુથાર,કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ સોની સહિત વિવિધ સંગઠનો આગેવાનો ,કાર્યકરો તેમજ ગોધરા શહેરના ભાઈ,બહેનો, અને બાળકો આ “તિરંગા યાત્રા” માં જાેડાયને તમામ લોકોએ દેશપ્રેમ ની ભાવના વ્યક્ત કરીને મહારેલી ને સફળ બનાવીને ભાઈ ચારાનો સંદેશો પાઠવ્યો હતો.