લોકો ખાન એકટર પર હુમલો થાય તો જ ચિંતા કરે છે, હિન્દુની કેમ નહીં ? શીવસેનાના નેતાનું નિવેદન
(એજન્સી)મુંબઈ, શીવસેનાના નેતા સંજય નિરૂપમ બાદ મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેએ ફિલ્મ અભીનેતા સૈફ અલીખાન પર હુમલાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ભાજપ નેતાએ આ કેસમાંસચ્ચાઈ છુપાવવામાં આવી રહી હોવાનો પણ આરોપ મુકયો છે.
તેમણે વિપક્ષ પર કેટલાક લોકો માટે જ અવાજ ઉઠાવવાનો આરોપ પણ મુકયો છે. એક સભાને સંબોધીત કરતાં મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેએ જણાવ્યું હતું કે, જુઓ મુંુબઈમાં બાંગ્લાદેશીઓ શુું કરી રહયા છે. તેઓ સૈફના ઘરમાં ઘુસી ગયાં. અગાઉ તેઓ માર્ગો પર ચાર રસ્તા પર ઉભા રહેતાં હતાં. પણ હવે તેઓ ઘરમાં ઘુસવા લાગ્યા છે.કદાચ તેઓ સૈફને લઈ જવા આવ્યા હતા. તે સારું છે.કચરાને હટાવી દેવો જોઈએ.
તેમણે મામલાની સત્યતા પર સંદેહ કરતાં જણાવ્યું હતું કે સૈફ હોસ્પિટલની બહાર આવ્યો ત્યારે મે તેને જોયો અને સંદેહ આવ્યો છે. મને શંકા છે. કે તેને ચાકુ મારવામાં આવ્યું છે. કે પછી તે એકટીગ કરી રહયો હતો. તે ચાલતો ચાલતો હસી રહયો હતો.
તે નાચી રહયો હતો. શાહરૂખ કે સૈફ જેવા કોઈ ખાન એકટરને ઈજા થાય છે. સૌ કોઈ તેના અંગે વાત કરવા લાગે છે. પરંતુ સુશાંતસિંહ રાજપુત જેવા હિન્દુ કલાકારીરને પરેશાન કરવામાં આવે છે. તો કોઈ પણ કશું બોલતા નથી.