દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક લોકોનો હોસ્પિટલમાં વિરોધ
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) (પ્રતિનિધિ) અંબાજી, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકાના લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અહી વિવિઘ ડોકટરો મુકવામાં આવ્યા છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલ ને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો આજે સોમવાર દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના આક્ષેપ લાગ્યા હતા.
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સાથે લોકો મોટી સંખ્યામાં રજુઆત કરવા આવી પહોચ્યાં હતા. આજે દાંતા સરકારી હોસ્પિટલ ખાતે કેટલીક આસપાસ ગામની મહિલાઓ અને દાંતા ગામના લોકો પ્રાથમિક સારવાર કેન્દ્ર મા મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોચ્યાં હતાં.
લોકોએ કરેલી રજુઆત મા સિવિલ સુપ્રિટેન્ડન્સ પણ ગાયનેક સર્જન હોઈ પોતે ઓપરેશન કરતા નથી તેવા આક્ષેપ કરાયા હતા.ડિલિવરી સમયે સ્ટાફ,નર્સ હાજર રહી ડિલિવરી કરાવે છે પણ ડોકટર હાજર રહેતા નથી તેવો આક્ષેપ પણ થયો.સામાન્ય બાબત મા પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય ખાનગી કે પાલનપુર રિફર કરી દેવામાં આવે છે.
દાંતા રેફરલ હોસ્પિટલ માં એક અઠવાડિયા ની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટે ની સ્થાનિકોએ માંગ કરી.રેફરલ હોસ્પિટલ અધિક્ષકને લોકોએ રજૂઆત કરી તમામ માંગણીઓ પૂરી કરવાની પણ માંગ કરાઈ.સિવિલ અધિક્ષકે તમામ આક્ષેપો ફગાવ્યા અને તમામ સુવિધાઓ ચાલું હોવાનું જણાવ્યુ હતુ.વિરભદ્રસિંહ પરમાર, સ્થાનિક, દાંતા દ્રારા જે આરોપ લગાવવામાં આવ્યા હતાં તે આરોપ એમ.એચ.ગઢવી, સુપ્રિટેન્ડેન્ટ, દાંતા દ્રારા ફગાવવામાં આવ્યા હતા.
સોમવારના રોજ દાંતા ખાતે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પહોચ્યાં હતા અને સ્થાનિક લોકો દ્વારા અલ્ટીમેટમ આપવામા આવ્યું હતું કે આઠ દિવસમાં નિકાલ નહિ આવે તો હોસ્પિટલને તાળાબંધી કરાશે અને આવેદનપત્ર આપવામાં આવશે.