રિટા શુક્લાને પરિવારના સભ્યો સાથે જોઈને લોકોને યાદ આવ્યો સિદ્ધાર્થ
મુંબઈ, ટીવી એક્ટર અને રિયાલિટી શો બિગ બોસ ૧૩ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું તેને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ ફેન્સ હજી સુધી તેને ભૂલ્યા નથી. સપ્ટેમ્બર, ૨૦૨૧માં કાર્ડિયેક અરેસ્ટના કારણે તેણે માત્ર ૪૦ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લેતા આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ફેન્સ ખાસ પ્રસંગે તેને યાદ કરે છે, તેના પરિવાર પર પ્રેમ વરસાવતા રહે છે તેમજ તસવીરો પણ શેર કરે છે.
હાલમાં જ દિવંગત એક્ટરના એક ફેન પેજે તેના માતા રીટા શુક્લાનો ફેમિલી વેડિંગમાંથી એક ફોટો શેર કર્યો હતો. દીકરાના ગયા બાદ તેમનું સ્મિત પહેલા જેવું ન રહ્યું હોવાનું ઘણાએ નોટિસ કર્યું હતું. ફોટોમાં, રિટા શુક્લા સિદ્ધાર્થની બહેનો અને ભાણેજથી ઘેરાયેલા દેખાયા. ફેન્સે આ સૌથી વધારે કંઈક મિસ કર્યું હોય તો તે હતી સિદ્ધાર્થની હાજરી. કેટલાકે કોમેન્ટ સેક્શનમાં નિરાશા પણ વ્યક્ત કરી હતી.
એક યૂઝરે લખ્યું હતું ‘સિડ વગર આ તસવીર અધૂરી છે’ તો એકે અવલોકન કર્યું હતું કે ‘બધામાં થોડો-થોડો સિડ દેખાઈ રહ્યો છે. શેર કરવા માટે આભાર’. કેટલાકે રિટા મા કેટલા દુઃખી લાગી રહ્યા છે તે નોંધ્યું હતું. એકે લખ્યું હતું ‘આંટીજીના ચહેરા પર પહેલા જેવું સ્મિત નથી’. અન્ય એકે કોમેન્ટ કરી હતી ‘સિદ્ધાર્થ શુક્લાના પરિવારને જાેઈને એક અલગ જ ફીલિંગ આવે છે, અંદરથી અલગ પ્રકારની ઉદાસી ફરી વળે છે.
સિદ્ધાર્થ શુક્લા તેના મમ્મી રિટા સાથે ક્લોઝ બોન્ડ ધરાવતો હતો. સોશિયલ મીડિયા પર પણ તે ઘણીવાર તેમની સાથે તસવીરો શેર કરતો હતો. બિગ બોસ ૧૩માં જીત મેળવ્યા બાદ તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો છું. મારી બહેનો મોટી છે.
તેથી હું નાનો હતો ત્યારે મારા મમ્મીની આસપાસ ફરતો રહેચો હતો. જાે એક સેકન્ડ પણ તેમને ન જાઉં તો રડવાનું શરૂ કરી દેતો હતો. જ્યારે તે રોટલી બનાવતી ત્યારે પણ એક હાથે મને ઊંચકતી હતી અને એક હાથથી કામ કરતી હતી.
મોટો થયો તો તે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ. મારા પિતાનું નિધન થયું ત્યારે હું ઘણો નાનો હતો. પરંતુ મારા મમ્મીએ ઘરનો આખો ભાર પોતાના ખભા પર ઊંચકી લીધો હતો. આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં અમારી માગણીઓ પૂરી કરી હતી.SS1MS