લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ
મુંબઈ, ગયા વર્ષે સંગીતકાર એમ.એમ.કિરવાણીને એસ.એસ. રાજામૌલીની ફિક્મ ‘આરઆરઆર’નાં ‘નાટુ નાટુ’ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. હવે તેમણે અજય દેવગન અને તબ્બુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ માટે સંગીત આપ્યું છે. તેમને એવોર્ડ તો મળ્યા પણ આજે પણ જેટલા લોકો ફિક્મસ્ટાર્સને ઓળખે છે તેટલા લોકો સંગીતકારને ઓળખતાં નથી.
આ બાબતે તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ઓસ્કાર પછી શું અને કેટલું બદલાયું, તેના જવાબમાં કિરવાણીએ કહ્યું,“જે લોકો મને નિકટથી ઓળખતાં હતાં તેમનો દૃષ્ટિકોણ બદલાયો નથી. જે લોકો મને બરાબર ઓળખતા નથી, તેમનો દૃષ્ટિકોણ એવોર્ડના કારણે બદલાઈ ગયો છે.
અજાણ્યા લોકોને તમારી ઓળખ આપવા તમારે આવા ટેગની જરૂર પડે છે.” ભારતમાં ગાયકો છે પણ કોઈ મ્યુઝિક સ્ટાર્સ નથી, આ માહોલાં શું બદલાયું છે, તે અંગે એમ.એમ.કિરવાણી કહે છે, “હવે ગ્લોબલાઇઝેશનના કારણે એ માનસિકતા બદલાઈ રહી છે.
આજે નહીં નહીં તો કાલે, પણ આ માનસિકતા બદલાશે એ સારી નિશાની છે. જો એક સારા સંગીતકારને તેની યોગ્યતાના ધોરણે નામના મળે તે હંમેશા આવકારદાયક જ છે.” તેમણે આગળ કહ્યું,“હું ઇચ્છું કે લોકોને તેમના મનપસંદ ગીતોનું એક પ્લેલિસ્ટ હોય, એક ગીતકારનું પ્લેલિસ્ટ, સંગીતકારનું પ્લેલિસ્ટ, ગાયકનું પ્લેલિસ્ટ. સંગીત માટે એ સ્થિતિ વધુ તંદુરસ્ત ગણાશે.
પરંતુ આપણે ત્યાં તો શાહરૂખ ખાન પ્લેલિસ્ટ, સલમાન ખઆન પ્લેલિસ્ટ હોય છે, જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે સારું નથી. હું શાહરૂખ ખાનનો ફૅન હોય તેમાં કશું ખોટું નથી, પરંતુ આમાં હું સંગીતને પ્રેમ કરતો નથી. હું તેમાં શાહરૂખ ખાને ગીતમાં કેવી એકિં્ટગ કરી તેનાં વખાણ કરું છું. તેથી જેમાં શાહરૂખ ખાન છે તે બધું જ મારે જોઈએ છે. તેનાથી હું એક સંગીતપ્રેમી હોવાનો ગાવો ન કરી શકું.”SS1MS