Western Times News

Gujarati News

લોકોએ નદીના ધસમસતા પ્રવાહમાં વિતાવી રાત

નવસારી, ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઉત્તરથી થી દક્ષિણ સુધી ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવસારીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર થયું છે. ખાસ કરીને બીલીમોરા શહેરમાં ખુબ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે.

અંબિકા અને કાવેરી નદીની સપાટી વધતા શહેરના રોડ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ૫૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બીલીમોરાથી અમરસણ જવાના મુખ્ય માર્ગ પર માર્ગ પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગ પર પાંચ ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે. રોડ સાથે રોડની બંને બાજુ પાણીનો સૌથી વધુ વેણ જોવા મળી રહ્યો છે. પાણી ફરી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

છાપર ગામનો રસ્તો પણ પાનીકામગારકાવ થઇ જતા ૫૦ જેટલા ગામો સંપર્કવિહોણા બન્યા છે. બીલીમોરા શહેરમાં આવેલા દેસરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

બીલીમોરા નગરપાલિકા દ્વારા રાત્રી સમયે ૨૦૦થી વધુ લોકોનું શિÂફ્ટંગ કરી દેવામાં આવ્યું છે. સ્થળાંતર કરાયેલા પૂર પીડિતોને બીલીમોરાની હાઇસ્કુલમાં સહી સલામત ખસેડાયા છે. પરંતુ હજી પણ ઘણી દુકાનો અને ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે.

નદીઓના પાણીથી બીલીમોરા શહેર જળબંબાકાર બની ગયું છે. ભારે વરસાદને કારણે સ્થાનિકોએ પૂરના પાણીમાં મધ્ય રાત વિતાવી પડી હતી. મોડી રાત્રે વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જણાવી દઈએ કે, દેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પુરના પાણી ભરાઈ જાય છે.

દેસરા થી ભાઠા જવાના માર્ગ ઉપર કમર સુધી ભરાયા પૂરના પાણી જોવા મળી રહ્યા છે. દેસરા ભાઠા ફળિયામાં ભરાયાં પાણી ભરાતા એક યુવતીને ગભરાહટ થઈ જતા ફાયરની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. ફાયરની ટીમે યુવતીને ફળિયામાંથી સુરક્ષિત બહાર કાઢી સારવાર આપવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.