લોકો પાસે હજુ પણ 2000ની 9760 કરોડની નોટો
૨૦૦૦ની ૯૭ ટકા નોટો બેંકોમાં જમા થઈ, લોકો હજુપણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૧૯ ઓફિસમાં રૂપિયા ૨,૦૦૦ની નોટ જમા કે બદલાવી શકશે
(એજન્સી)નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયાએ ૧૯ મે ૨૦૨૩ના રોજ રૂ. ૨,૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈએ કહ્યું છે કે હજુ પણ ૯,૭૬૦ કરોડ રૂપિયાની ૨,૦૦૦ની નોટો લોકો પાસે છે જ્યારે ૯૭% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયાના ડેટા અનુસાર જે દિવસે ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે ૨૦૦૦ રૂપિયાની ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આરબીઆએ ૨૦૦૦ રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમયમર્યાદા વધારીને ૭ ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી.
નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ પણ ૨.૭ ટકા નોટો લોકો પાસે છે જે બેંકમાં જમાં કરાવી નથી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર ૨૦૦૦ રૂપિયાની બેંકમાં અત્યાર સુધીમાં ૯૭.૨૬% નોટો જ જમા થઈ છે. હવે જ્યારે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી લોકો આરબીઆઈની ૧૯ ઓફિસમાં રૂ. ૨,૦૦૦ની નોટ જમા કે બદલાવી શકશે.
RBIની આ ઈસ્યુ ઓફિસ અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ છે. આ ઉપરાંત લોકો રૂપિયા ૨૦૦૦ની નોટોને ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઈસ્યુ ઓફિસમાં મોકલીને તેમના ખાતામાં જમા મેળવી શકે છે.