મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેર્યો
મુંબઈ, બિગ બોસ ૧૭ ના વિનર મુનવ્વર ફારુકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી. ટ્રોફી જીતીને આવેલા મુનવ્વરની એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં મુનવ્વરને લઈને લોકોની દીવાનગી જાેવા મળી રહી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાંદ્રાના એક રેસ્ટોરન્ટથી નીકળતા મુનવ્વર ખરાબ રીતે ભીડથી ઘેરાઈ ગયા.
મુનવ્વર ફારુકી ખૂબ ફેન ફોલોઈંગ ધરાવે છે. સોશિયલ મીડિયા સિવાય પણ તેમના ચાહકો મોટી સંખ્યામાં છે. તેની ઝલક ત્યારે જાેવા મળી હતી જ્યારે તેઓ ટ્રોફી જીતીને ડોંગરી પહોંચ્યા હતા. હવે મુંબઈથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમને જાેતા જ ક્રેજી જનતાએ તેમને ઘેરી લીધા. મુનવ્વર ભીડમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયા કે તેઓ પડી પણ ગયા.
બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચેલા મુનવ્વરને કદાચ એ વાતનો અંદાજ થઈ ગયો કે બહાર ભીડ તેમની રાહ જાેઈ રહી છે. તે જેવા રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા, મોટી સંખ્યામાં લોકોએ તેમને ઘેરી લીધા.
ભીડ એટલી વધુ હતી કે મુનવ્વર પોતાને બચાવી શક્યા નહીં અને પડી ગયા. તેમને સિક્યોરિટી ગાર્ડ્સે ઉઠાવ્યા અને ગમે તે રીતે કાર સુધી પહોંચાડ્યા. ધક્કા-મુક્કીની વચ્ચે ફસાયેલા મુનવ્વરનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
બિગ બોસ ૧૭ ના વિનર મુનવ્વર ફારુકીને ટ્રોફી સિવાય ૫૦ લાખની પ્રાઈઝ મની મળી. સાથે જ હુંડઈ ક્રેટા પણ આપવામાં આવી. મુનવ્વરનું કોમ્પિટિશન અભિષેક કુમાર સાથે હતુ જે તેમની સાથે ટોપ ૨ માં સામેલ હતા. બંનેને મળનાર વોટ્સમાં અંતર પણ વધુ નહોતુ. SS2SS