ખાતમુહૂર્ત કરવા પહોચેલા ધારાસભ્યને સયાજીગંજનાનો લોકોએ ઘેરી લીધા
વડોદરામાં એક જ રોડનું ૭ વાર પેચવર્કઃ નાગરિકોમા રોષ
(એજન્સી)વડોદરા, વડોદરામાં તંત્રના ઢંગધડા વગરના આયોજનને લઈને લોકોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો હતો. શહેરના ગોરવા-પંચવટી રોડ પર વડોદરા મનપા દ્વારા ૬ વખત પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું.
એટલું ઓછું હોય તેમ સાતમી વખત રોડ પેચવર્કના કામનું આયોજન કરી ખાતમુહૂર્ત કરવા પહોચેલા ધારાસભ્ય સયાજીગંજના જિતુ સુખડિયાનો લોકોએ ઘેરાવ કર્યો હતો. જેમાં શ્રેષ્ઠ સ્ન્છનો એવોર્ડ મેળવનાર જીતુ સુખડિયા પર જનતા ભડકી હતી.
વિધાનસભાની ચૂંટણી આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન છુટકે વિકાસ કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉ અરજદારો સુવિધાની માંગને લઈને રજૂઆત અર્થે જાય તો થઈ જશે! જેવા જૂના જવાબોની કેસેટ વગાડી લોકોને અધિકારીઑ રવાના કરી દેતા હતા.
પરંતુ હવે ચૂંટણી માથે હોવાથી વડોદરામાં રોડ-રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓનાં કામો આડેધડ શરુ કરવામાં આવ્યા છે. તેવામાં વડોદરાના ગોરવા-પંચવટી રોડ ઉપર રોડનું સાતમી વખત પેચવર્ક કામ હાથ ધરાયુ છે. જાે કે એક જ રોડ પર સાતમી વખત પેચવર્ક થઈ રહ્યું હોવાનું ધ્યાને આવતા લોકો આકારા પાણીએ થયા હતા.
અને કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના જિતુ સુખડિયા હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે સવાલો કર્યા હતા. લોકોએ પાણી, ડ્રેનેજ લાઇન સહીતની બાબતે રજૂઆતોનો મારો ચલાવતા શ્રેષ્ઠ ધારાસભ્યના અવૉર્ડ વિજેતા ધારાસભ્ય જિતુ સુખડિયા ભીંસમાં મુકાયા હતા.