ટીપુ સુલ્તાનની પ્રતિમા પર ચપ્પલની માળા પહેરાવાતા લોકો રસ્તા પર ઊતર્યા
મૈસુર, કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાઈ છે. સિરવાર શહેરમાં મૈસુરના પૂર્વ શાસનની મૂર્તિનું અપમાન કરવા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ કરી રોડ પર ટાયરો સળગાવ્યા છે. હાલ ભારે તંગદિલી ફેલાતા પોલીસનો કાફલો દોડી આવ્યો છે અને બળપ્રયોગ કરી લોકોને ખડેદવાનો પ્રયાસ કરી રહી છે. લોકો તોફાની તત્વોની ધરપકડની માંગ કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે, ‘બુધવારે સવારે કેટલાક તોફાની તત્વોએ ટીપુ સુલતાનની પ્રતિમા પર ચપ્પલોની માળા પહેરાવી હતી. સવારે લોકોએ મૂર્તિ પર ચપ્પલની માળા જાેઈ અને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર નાખ્યો હતો.’ વીડિયો વાયરલ થયા બાદ મોટીસંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થવા લાગ્યા છે.
ઘણા સંગઠનના લોકો અને આસપાસના ગ્રામજનો પણ પહોંચ્યા છે. લોકોએ ઘટનાની નિંદા કરવા ઉપરાંત તોફાનીઓની ધરપકડ કરવાની માંગ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
રોષે ભરાયેલા લોકો આરોપીઓની તરત ધરપકડ કરવા માંગ કરી રહ્યા છે. લોકો પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરતા કરતા હાઈવે સુધી પહોંચી ગયા અને રસ્તો જામ કરી દીધો. આ ઉપરાંત તોડફોડ પણ કરી અને ટાયર સળગાવી વિરોધ કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બદમાશોને પકડવા સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ અને આસપાસના જિલ્લાઓમાં તંગદિલી ન ફેલાય તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. SS2SS