પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ રોબોટથી બચાવી શકાશે
રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને આપેલા રેસ્ક્યૂ રોબોટનું નર્મદા નદીમાં ટેસ્ટિંગ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે. પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને રેસ્ક્યૂ રોબોટ આપવામાં આવ્યો છે.જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી શકાય છે.જેનું પાલિકાના ફાયર વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું.
ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે.રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યૂ રોબોટ આપવામાં આવ્યો છે.નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યૂ રોબોટ પ્રાણરક્ષક થનાર છે.રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યૂ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે.આ રોબોટનું ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે.ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જતાં હોય છે તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે.
આ અંગે પાલિકાના ફાયર અધિકારી ચિરાગદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે જેમાં અનેક વખતે પુર સહિતની આપદાઓ આવતી હોય છે ત્યારે સરકારના તરફથી આપવામા આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરે ખરે લોકોનો જીવ બચાવનાર બની રહેનાર છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે રેસ્કયુ રોબોટ રિમોટથી ઓપરેટ થતો ઈલેક્ટ્રીકલ છે જેથી સમયાંતરે તેની જાળવણી કરવામાં આવે તે જરૂરી છે નહિતર આ રેસ્કયુ રોબોટ બિનઉપયોગી બની શકે છે.
બીજી તરફ નર્મદા નદીમાં કરવામાં આવેલ ટેસ્ટિંગનું ફાયર વિભાગના ચેરમેન સહિત અન્ય પદાધિકારી અને અધિકારીઓને જાણકારી નહિ હોવાની માહિતી મળી રહી છે.