જાેન અબ્રાહમનો લૂક જાેઈને લોકોએ કર્યો ટ્રોલ
મુંબઈ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. ૧૯ જાન્યુઆરીએ અંબાણી પરિવારના નિવાસ્થાન એન્ટિલિયા ખાતે અનંત-રાધિકાની સગાઈ થઈ હતી. અનંત-રાધિકાની સગાઈમાં શાહરૂખ ખાનથી લઈને અનન્યા પાંડે સુધીના ફિલ્મ જગતના સિતારા સામેલ થયા હતા. એક્ટર જાેન અબ્રાહમ પણ અનંત-રાધિકાની સગાઈમાં આવ્યો હતો.
જાેને મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. રાધિકા અને અનંત અંબાણીની સગાઈમાં બોલિવુડના બધા જ સિતારા સજી-ધજીને આવ્યા હતા. બોલિવુડની હીરોઈનોની વાત કરીએ તો, કોઈએ લહેંગા-ચોલી પહેર્યા હતા તો કોઈએ હેવી ડ્રેસ વળી કોઈ શરારા પહેરીને આવ્યું હતું. બોલિવુડના મેલ એક્ટર્સ પણ કુર્તા અને પઠાણી તેમજ સૂટમાં જાેવા મળ્યા હતા. જાેકે, જાેન અબ્રાહમ પાર્ટીમાં સિમ્પલ લૂકમાં પહોંચ્યો હતો. સગાઈમાં જાેન અબ્રાહમ વ્હાઈટ ટી-શર્ટ, બ્લૂ જિન્સ, બ્લેક જેકેટ અને વ્હાઈટ સ્નિકર્સ સાથે કેઝ્યુઅલ લૂકમાં પહોંચ્યો હતો.
હંમેશા સિમ્પલ લૂકમાં દેખાતો જાેન સગાઈમાં પણ કેઝ્યુઅલ લૂકમાં આવતાં સોશિયલ મીડિયા યૂઝર્સે તેની ઝાટકણી કાઢી હતી. એક સોશિયલ મીડિયા યૂઝરે જાેનના કપડાની ટીકા કરતાં લખ્યું, “છોકરાઓને એવું કેમ લાગે છે કે આવા કપડા પહેરીને આવવામાં વાંધો નથી?” બીજા એક યૂઝરે લખ્યું, “તે આવા કપડા પહેરીને ક્યાં જઈ રહ્યો છે.” અન્ય યૂઝરે મજાક ઉડાવતાં લખ્યું, “અંબાણી હોય કે બિલ ગેટ્સ…ડ્રેસ કોડ પોતાની મરજીનો હોવો જાેઈએ.”
અંબાણી પરિવારની પાર્ટીમાં સામેલ થયેલા બધા જ સેલેબ્સે પ્રયાસ કર્યો હતો કે તેઓ સ્ટાઈલિશ અને ટ્રેડિશનલ લૂકમાં જાેવા મળે. અંબાણી પરિવારના સભ્યો પણ પ્રસંગ પ્રમાણે એકદમ સુંદર રીતે તૈયાર થયા હતા. એવામાં જાેન અબ્રાહમને આ રીતે જાેઈને લોકોનું મગજ ચકરાવે ચઢ્યું હતું અને તેને ટ્રોલ કર્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, જાેન અબ્રાહમ હવે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘પઠાણ’માં જાેવા મળશે.