Western Times News

Gujarati News

બોડીગાર્ડે છત્રી પકડતાં કિયારાને લોકોએ ટ્રોલ કરી

મુંબઈ, બોલીવુડની બ્યૂટી કિયારા અડવાણી હાલમાં જ મુંબઈમાં કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળી હતી. કિયારા અડવાણીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. કિયારા અડવાણીએ શોર્ટ્‌સ પહેર્યા હતા અને ઉપર લૂઝ ટીશર્ટ પહેરી હતી. અને તે કારની નીચે ઉતરી રહી હતી.

જાે કે, તે બાદ કિયારા અડવાણીનો બોડીગાર્ડ હાથમાં છત્રી લઈને કિયારા અડવાણીને વરસાદથી બચાવી રહ્યો હતો. જાે કે, કિયારા અડવાણીની આ વસ્તુ સોશિયલ મીડિયામાં અમુક યુઝર્સને ગમી ન હતી અને તેઓએ કિયારા અડવાણીને બરાબરની ટ્રોલ કરી હતી અને કહ્યું હતું કે, આ શું નૌટંકી છે, તે પોતાની છત્રી લઈને પણ ચાલી શકતી નથી.

કિયારા અડવાણીને ટ્રોલ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, શું તે પોતે છત્રી પકડી શકતી નથી? જાે તે છત્રી પકડી શકતી ન હોય તો, અન્ય કોઈ મહિલાને છત્રી પકડવા માટે નોકરીએ રાખવી જાેઈએ. આવા નાના ફેરફારો તેઓ કરી શકે છે, પણ ના તેઓ આ ફેરફાર કરતાં નથી.

જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, શું નૌટંકી છે, પોતાની છત્રી પણ લઈને ચાલી શકતા નથી. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આટલું બધું પણ શું છે, વરસાદ જ પડી રહ્યો છે, છોકરીઓને દરેક વસ્તુઓમાં નખરાઓ કરવા હોય છે, એમ જ મોઢા બનાવી રહી છે.

જાે કે, કિયારા અડવાણીના કેઝ્‌યુઅલ લૂકનો આ અંદાજ તેના ફેન્સ અને ચાહકોને ખુબ જ ગમ્યો હતો. તેઓ હાર્ટ ઈમોજી સાથે કિયારા અડવાણી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના અફેરને કારણે સતત ચર્ચામાં રહે છે.

કિયારાએ હાલમાં જ ૧૫ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે સાડી પહેરેલી હતી અને તેણે પાછળ ઝંડો ફરકાવી રાખ્યો હતો. પણ ઝંડો ફરકાવનારા વ્યક્તિનો ફક્ત હાથ જ દેખાઈ રહ્યો હતો. તેનું મોઢું દેખાઈ રહ્યું ન હતું. તમને જણાવી દઈએ કે, આ ઝંડો ફરકાવનારો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ મલ્હોત્રા જ હતો.

સિદ્ધાર્થે જ કિયારા અડવાણીના આ ફોટા ઉપર કોમેન્ટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. કિયારા અડવાણીએ જ પોતાના ફોટામાંથી સિદ્ધાર્થને ક્રોપ કરી દીધો હતો. જે બાદ ફરીથી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ચર્ચામાં આવી ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.