વિકી કૌશલની એક્ટિંગ જોઈ લોકો દંગ રહી ગયા
મુંબઈ, બોલીવૂડ અભિનેતા વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘સૈમ બહાદુર’ ઘણા સમયથી ચર્ચામાં હતી. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દર્શકોના ઉત્સાહને બમણો કરવા માટે મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ખૂબ જ શાનદાર ટીઝર જાેઈને ચાહકો ખૂબ જ ઉત્સાહીત છે. ૧.૨૬ મિનિટનું આ ટીઝર ખૂબ જ પાવરફુલ લાગે છે. એક સૈનિક માટે તેનું સન્માન તેના જીવ કરતા વધુ મૂલ્યવાન છે. અને એક સૈનિક તેના યુનિફોર્મના સન્માન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. સૈમ બહાદુરનું પાવરફુલ ટીઝર આ ડાયલોગથી શરૂ થાય છે.
ટીઝરમાં ફિલ્મનો હીરો વિકી કૌશલ જાેરદાર પરફોર્મન્સમાં જાેવા મળી રહ્યો છે. ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે. સૈમ બહાદુરની શક્તિશાળી ડાયલોગ ડિલિવરીથી લઈને તેના શાનદાર અભિનય સુધી, ટીઝરમાં બધું જ વખાણવાલાયક છે. ટીઝરમાં ફાતિમા સના શેખની એક નાની ઝલક પણ જાેવા મળી હતી, જે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. સાન્યા મલ્હોત્રાએ પણ સારું કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે વિકી કૌશલે ફિલ્મના નવા પોસ્ટરની સાથે ફિલ્મના ટીઝરની જાહેરાત કરી હતી.
ત્યારથી ચાહકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. ‘સૈમ બહાદુર’નું ટીઝર સામે આવ્યા બાદ હવે તેની ચર્ચા દરેક જગ્યાએ જાેરશોરથી થઈ રહી છે. ગઈકાલે, ‘સૈમ બહાદુર’ના નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ‘સૈમ બહાદુર’નું ટીઝર ૧૩ ઓક્ટોબર એટલે કે શુક્રવારે રિલીઝ કરવામાં આવશે. તેના આધારે આજે નિર્માતાઓએ વિકી કૌશલની આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.
‘સૈમ બહાદુર’ના આ લેટેસ્ટ ટીઝરમાં તમે જાેઈ શકો છો કે વિકી કૌશલ ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના રોલમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. સૈમ બહાદુરની સ્ટોરી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. આ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ સૈમ માણેકશાનું બહુ મોટું યોગદાન હતું. આ ફિલ્મ તેની વાર્તા પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS