અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી લોકો સવારે વહેલા જાગ્યા
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શુક્રવારની સાંજથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શુક્રવારની સાંજથી જ અમદાવાદના આકાશમાં વાદળો ઘેરાયા હતા. જે બાદ સૂસવાટા મારતો પવન પણ વહેતો થયો હતો.
આખરે શનિવારની વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડતાં થોડી ઠંડક અનુભવાઈ હતી.
બીજી તરફ, હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શુક્રવારે પણ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શુક્રવારે સાંજે પણ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
શુક્રવારે સાંજે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે શનિવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શનિવારે વહેલી સવારે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં જાેરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યાં હતા.
ગુજરાતના અનેક વિસ્તારમાં આ રીતે વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ચિંતા જાેવા મળી હતી. અમદાવાદના ચાંદખેડા, બાપુનગર, મણિનગર, શ્યામલ, જાેધપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ, એસજી હાઈવે, વટવા, નારોલ, સીટીએમ, ગાંધીનગર, ઈનસપુર, બોપલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
અચાનક વાતાવરણમાં પલટો અને વરસાદી ઝાપટાં પડતાં કેટલાંક લોકોને ફરીથી રેઈનકોટ કાઢવાનો વારો આવ્યો હતો. તો કેટલીક જગ્યાએ કેટલાંક વાહન ચાલકો વરસાદના કારણે સ્લીપ ખાઈને પડી ગયા હોવાની ઘટના પણ બની હતી. જાે કે, અચાનક વાતાવરણમાં આવેલો પલટો અને વરસાદી ઝાપટાં પડ્યા બાદ ગરમીથી આંશિક રાહત મળી હતી.
બીજી તરફ, ઈડર, વડાલી, સાબરકાંઠાના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ વખતે તાપ અને હિટવેવની જગ્યાએ માવઠાનો માર લોકોને પલાડી રહ્યો છે. હવામાન વિભાગે બીજી મે સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.
ત્યારે આજે સવારથી જ અમદાવાદના અનેક શહેરોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આજે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.SS1MS