Western Times News

Gujarati News

ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાયે અમદાવાદમાં સ્ટુડિયો શરૂ કર્યો

PEPPERFRY LAUNCHES ITS NEW STUDIO IN AHMEDABAD, GUJARAT

અગ્રણી ઇકોમર્સ ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાયએ ગુજરાતમાં અમદાવાદમાં એના ચોથા સ્ટુડિયોને શરૂ કરવાની જાહેરાત કરી હતી.

ઓફલાઇન વિસ્તરણ કંપનીના આકર્ષક બહજારોમાં પહોંચ વધારવાના તથા ભારતમાં હોમ અને લિવિંગ સ્પેસમાં એના ઓમ્નિચેનલ ઉપભોક્તા જોડાણને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે સુસંગત છે. અત્યારે પેપરફ્રાયના સ્ટુડિયોની કામગીરી દેશમાં 174+ સ્ટુડિયો સાથે 90+ શહેરોમાં પથરાયેલી છે.

પેપરફ્રાય સ્ટુડિયોઝે ભારતમાં ફર્નિચર રિટેલ સેગમેન્ટમાં પરિવર્તન કર્યું છે. કંપનીની ઓમ્નિચેનલ વ્યૂહરચના સમગ્ર દેશમાં FOFO સ્ટુડિયોઝના વિસ્તરણથી સંચાલિત છે તથા અત્યારે આ 90થી વધારે યુનિક પાર્ટનર્સ સાથે કામ કરે છે. સમય ઇનોવેશન એલએલપી સાથે જોડાણમાં શરૂ થયેલો નવો સ્ટુડિયો અમદાવાદમાં શિલજ સર્કલ પર મોકાના સ્થળે સ્થિત છે, જે 1550 ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં ફેલાયેલો છે.

આ ગ્રાહકોને ફર્નિચર અને હોમ ઉત્પાદનોના બહોળા અને વિસ્તૃત કેટાલોગમાં વ્યવહારિક અનુભવ ઓફર કરે છે. ગ્રાહકોને કંપનીના ઇન્ટેરિઅર ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ પાસેથી સ્પેશ્યલાઇઝ ડિઝાઇન સલાહ મળશે. અમદાવાદમાં સ્ટુડિયોનો ઉદ્દેશ ગુજરાતમાં ઘર અને લિવિંગના ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ ખરીદીનો અંગત અનુભવ પ્રદાન કરવાનો છે.

આ લોંચ પર પેપરફ્રાયના ફ્રેન્ચાઇઝિંગ અને એલાયન્સિસના બિઝનેસ હેડ અમૃતા ગુપ્તાએ કહ્યું હતું કે, “અમે સમય ઇનોવેશન એલએલપી સાથે જોડાણમાં અમદાવાદમાં અમારા નવા સ્ટુડિયોને શરૂ કરીને ખુશ છીએ. પેપરફ્રાય ફ્રેન્ચાઇઝીની માલિકી એક ઉદ્યોગસાહસિક સફળતા છે તથા અમારો ઉદ્દેશ મેટ્રોપોલિટન અને ટિઅર 1 શહેરોના મોટા કેચમેન્ટ એરિયાથી પર ગ્રાહકો સુધી પહોંચવાનો છે.

અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સમાં મિશ્ર સફળ વ્યવસાયો, મહિલા ઉદ્યોગસાહસિકો, પૂર્વ સૈન્ય અધિકારીઓ અને પહેલી પેઢીના ઉદ્યોગસાહસિકો સામેલ છે. અત્યારે અમારા પેપરફ્રાયનો મોટા ભાગનો સંવાદ એઆર અને વર્ચ્યુઅલ પ્રોડક્ટ ઇન્ટરેક્શનનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં ઘર નામની લાગણી જન્માવવાના અમારા મિશન સાથે અમે ગ્રાહકને શ્રેષ્ઠ સેવા સતત પ્રદાન કરવા પ્રયાસરત છીએ.”

પેપરફ્રાય શિલજ સર્કલના માલિક સેમે નાદવીએ કહ્યું હતું કે, “અમે ભારતના અગ્રણી હોમ અને ફર્નિશિંગ માર્કેટપ્લેસ પેપરફ્રાય સાથે જોડાણ કરીને ખુશ છીએ. પેપરફ્રાય ખરાં અર્થમાં વિશિષ્ટ ઓમ્નિચેનલ વ્યવસાય છે તથા અમને સૌથી મોટા ઓમ્નિચેનલ હોમ અને ફર્નિચર વ્યવસાય ઊભો કરવાની સફરમાં સામેલ થવા પર ગર્વ છે.”

વર્ષ 2017માં શરૂ થયેલું પેપરફ્રાય ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડલ ઓર્ડર ફૂલફિલમેન્ટ અને પેપરફ્રાય દ્વારા આફ્ટ સેલ્સ સર્વિસ ઓફર થાય છે, જે સ્ટુડિયોની ડિઝાઇન, લોંચ અને સેટ અપ, કામગીરીના માર્ગદર્શન, માર્કેટિંગ અને પ્રમોશન પર ટેકો આપે છે. માગના અતિ સ્થાનિક ચક્ર અને પ્રવાહોથી વાકેફ સ્થાનિક ઉદ્યોગસાહસો સાથે પેપરફ્રાય જોડાણ કરે છે. પેપરફ્રાય દર મહિને 8થી 9 ફ્રેન્ચાઇઝી શરૂ કરે છે.

પેપરફ્રાય એક્સલરેટર પ્રોગ્રામ એની ઓફલાઇન કામગીરીનું વિસ્તરણ કરવા વર્ષ 2021માં શરૂ થયો હતો. આ કાર્યક્રમની મોટી ખાસિયત ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ દ્વારા જરૂરી મૂડીગત ખર્ચ છે, જે રૂ. 15 લાખથી શરૂ થાય છે. આ મોડલ 100 ટકા કિંમત સમાનતા પર આધારિત છે અને પ્રોડક્ટ ઇન્વેન્ટરી જાળવવા જોડાણની જરૂર નથી, જે એને પારસ્પરિક લાભદાયક વ્યવસાયિક જોડાણ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.