જસપ્રીત બુમરાહને પર્ફોર્મેક્સે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા
રિલાયન્સ રિટેલ પરફોર્મેક્સ બ્રાન્ડનો ફેલાવો વધારશે અને પરફોર્મેક્સને વૈશ્વિક ઓળખ સાથે ભારતની અગ્રણી સ્પોર્ટસવેર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરશે
મુંબઈ, રિલાયન્સ રિટેલના ફેશન અને લાઇફસ્ટાઇલ પોર્ટફોલિયોની હાઇ-પર્ફોર્મન્સ અને ટેક્નોલોજિકલી એડવાન્સ એક્ટિવવેર બ્રાન્ડ પરફોર્મેક્સે ક્રિકેટ સ્ટાર અને ભારતના ટોચના બોલર જસપ્રીત બુમરાહને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે.
પરફોર્મેક્સ સ્વદેશમાં તૈયાર થયેલી બ્રાન્ડ છે જેને ભારતીય હોવાનો ગર્વ છે અને વૈશ્વિક માન્યતા ધરાવતી પહેલી ભારતીય સ્પોર્ટસવેર બ્રાન્ડ બનવાની ઈચ્છા ધરાવે છે. જસપ્રીત બુમરાહ અને પર્ફોર્મેક્સ બંને તેમના સમર્પણ, શ્રેષ્ઠતા અને ખેલકૂદની ભાવનાના મૂલ્યોમાં એકબીજાના પૂરક છે જે ભારતના મુખ્ય ઝડપી બોલરને બ્રાન્ડ માટે યોગ્ય બનાવે છે.
આ પ્રસંગે બોલતા, રિલાયન્સ રિટેલ-ફેશન એન્ડ લાઈફસ્ટાઈલના સીઈઓ અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું કે, “અમને જસપ્રીત બુમરાહ સાથેના અમારા જોડાણની જાહેરાત કરતાં ખૂબ આનંદ અનુભવાય છે. જસપ્રીત વર્ષોથી ભારતના પેસ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરનાર સાતત્યપૂર્ણ પર્ફોર્મર છે અને અમે પરફોર્મેક્સને આંતરરાષ્ટ્રીય ખ્યાતિની પહેલી ભારતીય સ્પોર્ટ્સ બ્રાન્ડ બનાવવાની ઈચ્છા રાખીએ છીએ. અમારા ગ્રાહકો માટે પર્ફોર્મેક્સને પ્રીફર્ડ એક્ટિવવેર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માટે અમે જે પહેલ કરવાની યોજના ઘડીએ છીએ તેમાં આ જોડાણ પ્રથમ છે.”
જસપ્રીત બુમરાહે કહ્યું કે, “એક ખેલાડી તરીકે, હું જે વસ્તુઓનો ઉપયોગ કરું છું તે વિશે હું ખૂબ જ ચોક્કસ છું કે હું યોગ્ય વસ્તુઓનો ઉપયોગ કરું છું અને તે અનિવાર્યપણે મારી રમતને વધુ સારી બનાવવામાં મદદ કરે છે.
પરફોર્મેક્સ પાસે હાઇ-પર્ફોર્મન્સ ટેક્નોલોજિકલી એક્ટિવ વસ્ત્રોની આકર્ષક લાઇન-અપ છે જે ભારતીય ખેલાડીઓની આગામી પેઢી માટે સંપૂર્ણ સુસંગત હોવી જોઈએ. એવી બ્રાન્ડ સાથે સાંકળવું રોમાંચક બની રહ્યું છે કે જેની સાથે હું મહત્તમ પ્રદર્શનનો મારો અંગત મંત્ર શેર કરું છું.”
જસપ્રીત બુમરાહના જોડાણ થકી આજના ગ્રાહકને આકર્ષવા માટેનો લાભ લેવા ઉપરાંત રિલાયન્સ રિટેલ વિશિષ્ટ બ્રાન્ડ આઉટલેટ્સ દ્વારા રિલાયન્સ રિટેલના ફેશન અને લાઇફસ્ટાઇલ સ્ટોર્સ તથા ડિજિટલ પ્લેટફોર્મ્સ તેમજ મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સમાં આ સ્પોર્ટ્સ વેર બ્રાન્ડની હાજરીને વિસ્તારશે.
પરફોર્મેક્સ એ રિલાયન્સ રિટેલની પોતાની બ્રાન્ડ છે જે એક્ટિવવેર મર્ચેન્ડાઈઝમાં વિશેષતા ધરાવે છે અને ફૂટવેર, એપેરલ અને એસેસરીઝ કેટેગરીમાં વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. હાલમાં બ્રાન્ડ 330+ શહેરોમાં 1000થી વધુ સ્ટોર્સમાં તે હાજરી ધરાવે છે.