જર્જરીત હોસ્પિટલ પાડી દેવા મંજુરી મળી અને ફાયર સેફેટીના અદ્યતન સાધનો આવ્યા
આવો છે સરકારી વહીવટીઃ તળાજાની જર્જરીત હોસ્પીટલમાં આવ્યા ફાયર સેેફટીના લાખો રૂપિયાના સાધનો
તળાજા, સરકારી બાબુઓ વ્ચ્ચે સંકલનના અભાવે કહો કે ભ્રષ્ટાચારની ભરમાર કહો. એવી સ્થિતિ એવી સામે આવી છેે કે લોકોને ના છૂટકેેે કહેવું પડે છે કે આ સરકારના અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે આવુ બનવા પામ્યુ છે. તળાજાની સરકારી હોસ્પીટલમાં મહિનાઓ પહેલાં તળાજાની રેફરલ હોસ્પીટલને કડમ જાેહેર કરી દેેવામાં આવી છે.
એટલુ જ નહીં પાડી દેવા મટો પણ મંજુરી મળી ગઈ છે. તેમ છતાંય અહીં બે દિવસ પહેલાં ફાયર સેેફટીના લાખો રૂપિયાના સાધનો આવવા લાગ્યા છે.
સરકારના અલગ અલગ વિભાગના અધિકારીઓ વચ્ચે જે સેકલન હોવું જાેઈએ એ ન હોવાના કારણે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો થતો હોવાનું સામે આવે છે. તળાજા સામુહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ કંડમ જાહેર કરી જમીનદોસ્ત કરવા માટેે મંજુરી આપવામાં આવી છે.
હંગામી ધોરણે સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતેેે રેફરલ હોસ્પીટલ ફેરવી અને ત્યાં ઈમરજન્સી સહિત એલોપેથી સારવાર શરૂ કરવા પ્રક્રિયા શરૂ માટેના પત્ર વ્યવહાર અને ગાંધીનગર સુધી રજુઆતો પણ કરાઈ હતી. છતાંય સંબંધિત અધિકારી ગણ દ્વારા નિર્ણય લઈ આદેશ આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સુધીની રૂબરૂ રજુઆતનું પરિણામ આશા પ્રમાણે આવ્યુ નથી.
હવે અણધડ અને ભ્રષ્ટાચારથી છલોછલ એવા વહીવટનો બીજાે કિસ્સો સામે આવ્યો છેે. બિલ્ડીંગ પાડી દેવાનું હોવા છતાં પણ અહીં ફાયર સેફટી માટેના પાઈપ સહિત નવા સાધનો આવ્યા છે.
આથી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યુ હોવા છતાય આ તો સરકારનો આદેશ છે એટલે ફીંટીંગ કરવામાં આવશે એવું વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. આથી બિલ્ડીંગ પાડી દેવાનું હોવા છતાં લાખો રૂપિયાનો ખર્ચ નક્કામો જાય એવી આરોગ્ય તંત્રની ટીકા થઈ રહી છે.