Western Times News

Gujarati News

સતત ઓડકાર આવવા એ કોલન કેન્સરમાં જાેવા મળતું સૌથી મોટું લક્ષણ

File Photo

નવી દિલ્હી, ૨૪ વર્ષીય એક યુવતીને વારંવાર ઓડકાર આવતા હતા. તે દિવસમાં ૫થી ૧૦ ઓડકાર આવવાના કારણે પરેશાન હતી કે આવું કેમ થઇ રહ્યું છે. સમસ્યા જ્યારે ગંભીર બની તો તેણે ડોક્ટર પાસે તપાસ કરાવી. આ દરમિયાન તેને જાણ થઇ કે તેને પેટનું કેન્સર છે, જેના કારણે તેને વારંવાર ઓડકાર આવી રહ્યા છે. Persistent belching is one of the most common symptoms of colon cancer

એક લેખ અનુસાર, યુવતી એક નર્સ છે અને આ કેસ ૨૦૨૧નો છે. જ્યારે તેને સતત ઓડકાર આવવા લાગ્યા તે દરમિયાન તેને જાણ થઇ કે તેના પેટમાં ભયંકર ગેસ બની રહ્યો હતો. લક્ષણો વધુ ગંભીર બનતા તેણે ડોક્ટર પાસે તપાસ કરાવી અને તેને જાણ થઇ કે યુવતીને પેટનું કેન્સર છે.

અહીં જાણો, ઓડકાર આવવા ઉપરાંત પેટના કેન્સરના અન્ય લક્ષણો ક્યા છે? થોડાં મહિના સુધી સતત ઓડકાર આવવાની સાથે યુવતીને ઉલટી-ઉબકાં પણ આવતા હતા અને છેલ્લાં કેટલાંક દિવસથી તે મળત્યાગ પણ કરી શકતી નહતી. તેને વારંવાર પેટમાં દુઃખાવો, ઉલટી જેવા લક્ષણોનો અનુભવ થયો અને તેનું ભોજન પચી રહ્યું નહતું, જેના કારણે મળત્યાગ પણ થઇ શકતો નહતો.

વ્યવસાયે નર્સ આ યુવતીએ લક્ષણોને નાના આતરડાંમાં કોઇ તકલીફ હોવાનું માની લીધું અને આપમેળે જ તેને ઠીક કરવાની કોશિશ કરી. પરંતુ જ્યારે સ્થિતિ વધુ વણસી અને કોઇ પણ ઉપાય કામ ના લાગ્યા ત્યારે તેણે ડોક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યુ. જ્યારે યુવતીએ સીટી સ્કેન કરાવ્યું ત્યારે તેને ખબર પડી કે તેના આતરડાંમાં એક મોટી ગાંઠ છે.

બાયોપ્સી રિપોર્ટ દ્વારા જાણ થઇ કે તેને સ્ટેજ થ્રી કોલન કેન્સર છે. ગાંઠને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી અને અમુક લિમ્ફ નોડ્‌સ પણ હટાવી દેવામાં આવ્યા. અત્યાર સુધી તેની કીમોથેરાપીના ૧૨ અઠવાડિયા પૂર્ણ થઇ ચૂક્યા છે. ડેટ્રોઇટ મેડિકલ સેન્ટર અનુસાર, સતત ઓડકાર આવવા કોલન કેન્સર પીડિત યુવાઓમાં જાેવા મળતું સૌથી મોટું લક્ષણ છે.

તેથી જ વારંવાર ઓડકાર આવતા હોય તેને હળવાશમાં ના લો નહીં તો તેનાથી પેટનું કેન્સર પણ થઇ શકે છે. મોટાંભાગે લોકો ઓડકારને પાચનતંત્ર સાથે જાેડીને જૂએ છે. પરંતુ જાે વારંવાર આ સમસ્યા થતી હોય તો આ અંગે ડોક્ટરની સલાહ લેવી જાેઇએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.