પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તથા કલેક્ટર ખેડા- નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકેલ હોય જે બાબતે જાહેરનામું પ્રસિધધ કરેલ હોય ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ કરનાર વિરૂધ્ધ ઇસમો ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય
અને ના.પો.અધિ.સા નડીયાદ વિભાગ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ નજીકમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર અનુસંધાને આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ આપેલ માર્ગદર્શન અનુસંધાને આર.કે.પરમાર પો.ઇન્સ. તથા જે.પી.ગુપ્તા પો.સબઇન્સ. વડતાલ પો.સ્ટેશન તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન પો.કો ભાવેશભાઇ, આકાશભાઇને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે રાજેશભાઇ ઉર્ફે રાજુ રમેશભાઈ તળપદા રહે. ગુતાલ ક્રિષ્નપુરા તા.નડીયાદ નામનો ઇસમ ગુતાલ ધર્મશાળા પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જે બાતમી હકિકત આધારે સદરહું જગ્યાએ રેઇડ કરી ચાઇનીઝ દોરી સાથે એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.