જજાેના ચુકાદાઓ પર વ્યક્તિગત હુમલો ખતરનાક સ્થિતિ સર્જી શકે છે: સુપ્રીમ જજ પારડીવાલા
નવીદિલ્હી, પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપવાના મામલે નોંધાયેલ એફઆઇઆરને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચેલા નૂપુર શર્માને ફટકાર લગાવનારા જજે પોતાની થઇ રહેલી આલોચનાઓને લઇને કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
બેન્ચમાં સામેલ ગુજરાતી જજ જે.બી. પારડીવાલાએ કહ્યું કે જજાેને ચુકાદાઓને લઇને વ્યક્તિગત હુમલો કરવો ખતરનાક સ્થિતિ સર્જી શકે છે. આપણા બંધારણ અંતર્ગત કાયદાનું શાસન જાળવી રાખવા માટે સમગ્ર દેશમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે બેન્ચે કહ્યું હતું કે ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને પોતાના નિવેદન બદલ દેશની માફી માગવી જાેઇતી હતી.
જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે સુનાવણી (ટ્રાયલ) એક અદાલતો દ્વારા કરવામાં આવતી એક પ્રક્રિયા છે. જાેકે આધુનિક સમયના સંદર્ભમાં ડિજિટલ (સોશિયલ) મીડિયાનો ટ્રાયલ કરવો ન્યાય વ્યવસ્થાની પ્રક્રિયામાં એક અનુચિત હસ્તક્ષેપ છે જે અનેક વખત લ-મણ રેખાને ઓળંગી જાય છે. આ ચિંતાજનક છે, તે વર્ગ ન્યાયિક પ્રક્રિયાની છાનબીન કરવાનું શરૂ કરી દે છે જેની પાસે માત્ર અડધુ સત્ય હોય છે.Personal attack on judges’ verdicts could create dangerous situation: Supreme Court judge Pardiwala
સુપ્રીમ કોર્ટની બેન્ચની ટિપ્પણી બાદ બન્ને જજાે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાને લઇને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો. તેમને ટાર્ગેટ કરવા લાગ્યા. બેન્ચે નૂપુર શર્માને લઇને મૌખિક ટિપ્પણી કરી હતી. નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપીને કહ્યું હતું કે દેશભરમાં તેમના વિરૂદ્ઘ જે એફઆઇઆર નોંધવામાં આવી છે તેમને દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે.
સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું હતું કે તેમના જ એક નિવેદનને પગલે માહોલ ખરાબ થઇ ગયો. નૂપુર શર્માએ માફી માગવામાં વિલંબ કર્યો અને તેના પગલે જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી છે.
બન્ને જજાેની બેન્ચે પયગંબર વિરૂદ્ઘ ટિપ્પણી બદલ વિભિન્ન રાજ્યોમાં નોંધાયેલી એફઆઇઆરને એક સાથે જાેડવાની શર્માની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો. તેમણે અરજી પરત લેવાની મંજૂરી આપી દીધી. આ સાથે જ નુપૂર શર્માએ અદાલતમાંથી પોતાની અરજીને પરત લઇ લીધી.HS1MS