હવે પર્સનલ આઈડીથી અન્ય કોઈની રેલવે ટીકીટ બુક કરી છે તો જેલની હવા ખાવી પડશે

(એજન્સી)નવીદિલ્હી, આઈઆરસીટીસી તરફથી ટીકીટના વ્યવસાયીક ઉપયોગનો અધિકાર એજન્ટ પાસે રહેલા છે જે ફીની ચુકવણી પર આઈડી એકત્રીત કરે છે. એજન્ટ વારાફરતી અનેક નકલી આઈડી બનાવીને ઘણી વખત કોમર્શીયલ ટીકીટ બનાવે છે.
તેના બદલામાં તે પેસેન્જર પાસેથી ટીકીટની નિયત કિંમત કરતાં બેથી અઢી ગણી વસુલ કરે છે. જેના લીધે સરકારે તેમાના પર સંકજાે કસયો છે. જાે કોઈ પર્સનલ આઈડીથી અન્ય કોઈની ટીકટ બુક કરાવશે તો હવે જેલની હવા ખાવી પડશે.
જાે તમે ટ્રેનમાં ઓનલાઈન રીીઝર્વેશન માટે ઈન્ડીયન રેલવે કેટરીગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન આઈઆરસીટીસી ની સાઈટ પર પર્સનલ આઈડીનો ઉપયોગ કરી રહયાં છે. તો તમારે સાવધાન રહેવું પડશે. નહી તો તમારે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે અઅને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. પર્સનલ આઈડી વડે યુઝર ફકત પોતાના કે તેના સંબંધીઓ માટે જ ટીકીટ લઈ શકે છે.
આરપીએફ પ્રાઈવેટ સોફટવેર પ્રબલની મદદથી આઈડીના કોમર્શીયલ યુઝર્સને ઓળખવામાં રોકાયેલા છે. પ્રબલ સોફટવેર આઈઆરસીટીસી સર્વર સાથે જાેડાયેલ છે. એક વ્યકિત અથવા બહુવીધ વ્યકિતઓએ કયારે અને કયાં મુસાફરો કરી છે. તે ઓળખવું સરળ છે.
સોફટવેર પર્સનલ આઈડીમાંથી જનરેટ થયેલી ટીકીટ, વયકિતનું નામ અને ટીકીટની કિંમત વિશે પણ માહિતી આપે છે. આરપીએફના દિલ્હી હેડકવાર્ટર અથવા ઝોનલ હેડકવાર્ટરમાં બેઠેલા નિષ્ણાતો પાસે આવી વ્યકિતઓના નામ આવે છે.
આઈઆરસીટીસી તરફથી ટીકીટના વ્યવસાયીક ઉપયોગનો અધિકાર એજન્ટ પાસે રહેલો છે જે ફીની ચુકવણી પર આઈડી એકત્રીત કરે છે. એજન્ટ વારાફરતી અનેક નકલી આઈડી બનાવીને ઘણી વખત કોમર્શીયલ ટીકીટ બનાવે છે. તેના બદલામાં તે પેસેન્જર પાસેથી ટીકીટની નિયત કિંમત કરતાં બેથી અઢી ગણી વસુલ કરે છે.
આવી સ્થિતીમાં રેલવેને આવકનું નુકશાન થઈ રહયું છે. આરક્ષીત ટીકીીટની અનઅધિકૃત ખરીદી અને વેચાણ રેલવે એકટની કલમ ૧૪૩ હેઠળ ગુનો છે. ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ અથવા ત્રણ વર્ષની જેલની સજા છે. ઓપરેશન અવેલેબલ દ્વારા વ્યવસાયીક રીતે આઈઆરસીટીસી ના વ્યકિતગ આઈડીનો ઉપયોગ કરનારાઓ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જબલપુર રેલવે વિભાગમાં આવા ૯૦થી વધુ લોકો સામે કેસ નોધવામાં આવ્યા છે.