Western Times News

Gujarati News

પેથાપુરમાં વર્ષો જૂનાં દબાણો હટાવી રૂ.૪૦ કરોડની જમીન ખુલ્લી કરાઈ

પ્રતિકાત્મક

ગાંધીનગર, પેથાપુરમાં દરેક વિકાસકાર્યમાં અડચણરૂપ બનતા મુખ્ય રોડ પરના દબાણો દૂર કરવામાં ગાંધીનગર મનપાને સફળતા મળી છે. પોલીસ પ્રોટેશન સાથે દબાણ, ટાઉન પ્લાનિંગ અને એન્જિનિયરિંગ શાખા તેમજ આર એન્ડ બી તથા યુજીવીસીએલની સંયુકત ટીમ દ્વારા મોટાપાયે દબાણો હટાવવામાં આવ્યા હતા. દબાણો દૂર કરવામાં આવતા પેથાપુરમાં રૂ.૪૦ કરોડની સરકારી જમીન ખુલ્લી થઈ છે.

ગાંધીનગર મહાપાલિકા દ્વારા અગાઉ સદર દબાણકારોને નોટીસ પાઠવવામાં આવી હતી ત્યાર બાદ ડ્રાઈવ ચલાવીને આ દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે આ વિસ્તારના વર્ષો જૂના પ્રાણપ્રશ્નોનો અંત આવશે. પેથાપુરમાં રોડ, ડ્રેનેજ, પીવાના પાણી, રોડનું બ્યુટિફિકેશન, રોડ વાઈડનિંગ વગેરે જેવી સુવિધાઓ માટે માર્ગ મોકળો થશે.

દબાણ હટવાના કારણે પેથાપુર ચોકડી પર ઓવરબ્રિજનું કામ સહલગ્ન માળખાગત સુવિધાઓ સાથે સંપૂર્ણ રીતે ગતિમાં પૂર્ણ થાય તે રીતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે માટે ડાયવર્ઝન અર્થે જરૂરી રસ્તા માટે પણ જરૂરી ટીપી અમલીકરણ હાથ ધરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.