Western Times News

Gujarati News

ઉંઝા APMCની ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતી મુદ્દે હાઈકોર્ટમાં અરજી

ઉંઝા, ઉંઝા એપીએમસીની ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતિના ગંભીર આક્ષેપો કરતી ગુજરાત હાઈકોટે સમક્ષ થયેલી રિટ અરજીમાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે રાજ્ય સરકાર, ઉંઝા એપીએમસી, પસંદગી પામેલા સંબંધિત ઉમેદવારો સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી. Petition in High Court on alleged malpractice in Unza APMC recruitment process

હાઈકોર્ટે વધુમાં ઉંઝા એપીએમસીની આ વિવાદીત ભરતી પ્રક્રિયા મામલે જરૂરી તપાસ કરવા અને તે તપાસનો અહેવાલ અદાલત સમક્ષ રજૂ કરવા રાજ્ય સરકારને હુક્મ કર્યાે હતો અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.

ઉંઝા એપીએમસીમાં ભરતી પ્રક્રિયાના વિવાદમાં હાઈકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરવામાં આવી હતી કે, ઉંઝા એપીએમસી સત્તાવાળાઓ તરફથી ગત તા.૧૩-૫-૩-૨૦૨૩ના રોજ હરાજી રેકોર્ડર, કલાર્ક, બોર ઓપરેટર સહિતની ૩૫થી વધુ વિવિધ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી હતી.

જોકે, સત્તાવાળાઓએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે કયા ઉમેદવારોને લેવા. સમગ્ર ભરતી પ્રક્રિયામાં સત્તાવાળાઓ દ્વારા વ્હાલાદવલાની નીતિ અપનાવાઈ છે અને તેમના ઓળખીતા કે મળતીયાઓને બારોબાર ભરતીમાં પસંદ કરી લેવાયા છે.

આ સમગ્ર મામલે ખુદ ઉંઝા એપીએમસીના વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલે પણ એ વખતે વાંધાઓ રજૂ કર્યા હતા પરંતુ સત્તાવાળાઓએ તમમામ ભરતી નિયમો અને પારદર્શકતા નેવે મૂકી ડિસેમ્બર-૨૦૨૩માં તેમના માણસોને ભરતીમાં પસંદગી આપી નિમણૂંક કરી દીધી હતી.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા અનુસંધાનમાં જુદા જુદા કુલ ૧૪૦૦ જેટલા ઉમેદવારો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, તેમાં એપીએમસી સત્તાધીશોએ તેમના મળતીયાઓને આ જગ્યાઓ પર ગોઠવી દીધા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.