ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાણાંમંત્રીનેેે આવેદન પત્ર
કેન્દ્ર સરકારે જાહેર કરેલ મોંઘવારી ભથ્થુ લાગુ કરોઃસચિવાલય ફેડરેશન
મહેસાણા, ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાણાંમંત્રીનેેે આવેદન પત્ર આપીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ મોંઘવારી ભથ્થુ રાજ્ય સરકારના અધિકારી-કમચારીઓને લાગુ પાડવા માટે માંગ કરી છે. આ માંગણીના સમર્થનમાં ફેડરેશન દ્વરા આવેદન પત્રમાં જણાવાયુ છે
કે કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને પગાર પંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાનું રાજ્ય સરકારે સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંદર્ભિત જુલાઈ, ર૦રરની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં ૪ ટકાનો વધારો કરી ૩૪ ટકાથી ૩૮ ટકા મોંઘવારી ભથ્થુ લાગુ પડેલ છે. તથા જાન્યુઆરી ર૦ર૩ની અસરથી ૪ ટકાનો વધારો કરી ૩ઠ ટકાથી ૪ર ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરેલ છે.
તદ્દનુસાર વર્તમાન સમયમાં દિન પ્રતિદિન વધી રહેલ મોંઘવારી તથા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવવધારો થઈ રહેલ છે. વધુમાં સદરહું બાબતે વારંવાર આ ફેડરેશન દ્વરા વખતોવખત સરકારશ્રી સમક્ષ મોઘવારી ભથ્થુે જાહેર કરવા બાબતેે રજુઆત કરેલ હોવા છતાં આજદિન સુધી કર્મચારીઓની મોંઘવારી ભથ્થાની માંગણીનો ઉકેલ ન આવતા કર્મચારી આલમમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.
આથી રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાના દરોમાં તા.૧/૭/રર થી ૪ ટકા અને રતા.૧/૧/ર૩ થી ૪ ટકા મુજબ વધારો કરવા અંગેના હુકમો સત્વરે બહાર પાડવા ધી ગુજરાત સચિવાલય ફેડરેશનની વિનંતી છે.