UCCનો વિરોધ કરીને અલગ ભીલ પ્રદેશની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર
અલગ ભીલપ્રદેશની માંગ સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર સુપરત કરાયું
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે ભીલપ્રદેશ મુક્તિ મોર્ચા શહેરા બ્લોક દ્વારા આદિવાસી સમાજ પર થતા અત્યાચાર અને યુસીસી કાયદાના વિરોધ કરીને અલગ ભીલ પ્રદેશની માંગ સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામા આવ્યું હતુ.
આવેદનપત્ર આપવા આદિવાસી એક્ટીવિસ્ટ પ્રવિણભાઈ પારગી સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તેમને ભીલસમાજની સંખ્યા ગુજરાતમા સારી એવી હોવાથી ભીલપ્રદેશની માંગ કરી હોવાનું જણાવ્યુ હતુ.
માય ડિમાન્ડ ભીલપ્રદેશની માંગ સાથે ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા શહેરા બ્લોક દ્વારા આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનાઓએ એકત્ર થઈને તાલુકા સેવાસદન ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે જઈ લેખિત આવેદનપત્ર આપીને અલગ ભીલપ્રદેશ સ્થાપવાની માંગ કરી હતી.આદિવાસી એક્ટીવિસ્ટ પ્રવિણ પારગી સહિતના અન્ય યુવાનો,આગેવાનો શહેરા સેવાસદન ખાતે આવેલી મામલતદાર કચેરીએ પહોચીને મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ હતુ.
આદિવાસી એક્ટિવીસ્ટ પ્રવીણભાઈ પારગીએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા દ્વારા આવેદન આપ્યુ છે. જ્યારે તાલુકા અને જીલ્લાઓ,રાજ્યો વિભાજન થતા હોય ત્યારે જ્યા ભીલ સમાજની વસ્તી છે. માટે ભીલ પ્રદેશ બનવો જાેઈએ એ અમારી માંગ છે. અમારા ભીલો સાથે ખુબ અન્યાય થાય છે. ફેક સર્ટિફીકેટો આપવામા આવે છે.
ભીલ સમાજને નુકશાન થવાથી અમને અસંતોષ છે.સંસ્કૃતિનુ જતન થતુ નથી. યુસીસી આદિવાસી સમાજ માટે નુકશાન કારક છે. અમને ડર છે કે યુસીસી લાગુ કરવામા આવે તો એટ્રોસીટી એક્ટનું પણ હનન થઈ શકે છે. સાથે સાથે અમારી જમીની સુરક્ષા બાબતો પણ મુશ્કેલીનો ડર અમને સતાવી રહ્યો છે.
ગુજરાતમાં અમારા ભીલ સમાજની સારી એવી સંખ્યા છે. ભીલ પ્રદેશ અલગ થાય તેવી માંગ સાથે અમે મામલતદારને લેખિત આવેદનપત્ર આપીને રજુઆત કરી છે. આવેદન પત્ર આપવામા માટે શહેરા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.