Western Times News

Gujarati News

મણિપુરમાં આદિવાસીઓ ઉપર થતાં અત્યાચાર રોકવા મામલે આવેદનપત્ર

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં આજે આદિવાસી પરિવાર,પંચમહાલ અને ગુજરાત એસ.ટી,એસ.સી, ઓ.બી.સી. અને માયનોરીટી એકતા મંચ દ્વારા દેશના રાષ્ટ્રપતિ ને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફતે મણિપુર રાજ્યમાં આદિવાસીઓ ઉપર થતાં અત્યાચાર રોકવા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજરોજ પંચમહાલ જિલ્લા આદિવાસી પરિવાર અને એસ.ટી.,એસ.સી.,ઓ.બી.સી અને માઈનોરિટી એકતા મંચના નેજા હેઠળ પંચમહાલ જિલ્લા કલેકટર ને જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું,જે આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં મણિપુર રાજયમાં આદિવાસી મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારી બળાત્કાર અને છેડતી અંગેના જે બનાવો બનેલ છે તેને આદિવાસી સમાજ, સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

હાલ દેશમાં આદિવાસી સમાજ પ્રત્યે અત્યાચારો અને મહિલાઓની છેડતી તથા બળાત્કારના જે બનાવો બની રહેલ છે તે અંગે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા આદિવાસીઓ ઉપર અત્યાચાર ગુજારી આદિવાસીની માલ -મિલકત તથા રહેઠાણના ધરો સળગાવી દેવાની અને માનવ હત્યાના બનાવો જેવી પ્રવૃતિઓ ચાલી રહી છે.

તેથી આદિવાસી સમાજમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સરકાર દ્વારા આકરા પગલાઓ લઈ તેઓની સામે સખ્ત કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવે છે. આવી આદિવાસી સમાજ પ્રત્યે બેહુદી પ્રવૃતિ ચાલી રહી છે.

તેને તાત્કાલિક અટકાવવાની જરૂર છે. જાે ભવિષ્યમાં આવી અસામાજિક પ્રવૃતિઓ અટકાવવામાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજનું છડેચોક અહિત થઈ રહેલાનું નકારી શકાય તેમ નથી, જિલ્લા કલેકટર આશિષકુમારને આવેદનપત્ર આપીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.