ઝઘડિયા મામલતદાર કચેરીમાં કરાર આધારિત કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા અરજદારો અટવાયા

ભરૂચ, ઝઘડીયા મામલતદાર કચેરીમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નિતી ની માંગ સાથે છેલ્લા બે દિવસથી અચોક્કસની મુદ્દતની હડતાલ પર કર્મચારીઓ ઉતર્યા છે.સરકાર અંતર્ગત કરાર આધારિત અને રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા બાબતે ગત સપ્તાહે મામલતદાર ઝઘડિયા અને આયોજનપત્ર પાઠવ્યું હતું.
આ બાબતે વહીવટી તંત્ર દ્વારા સમયસર યોગ્ય ર્નિણય નહીં લેવાતા ઝઘડિયા સેવાસદનમાં કામ કરતા આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ હરપાલ પર ઉતર્યા છે.જેના કારણે રેશનકાર્ડ તેમજ જમીનના ઉતારા તેમજ વિવિધ અન્ય દાખલાઓ માટે આવતા અરજદારોને અગવડ પડી રહી છે.
આજે સોમવાર હોય જેના કારણે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા.જેઓના હડતાલના કારણે જરૂરી કામોં નહિ થતાં અરજદારો વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જરૂરી દસ્તાવેજ દાખલા માટે અરજદારો તેઓનો સમય બગાડ કરી આવતા હોઈ છે ઝઘડિયા મામલતદાર કચેરીના કરાર આધારિત, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ યોગ્ય પગાર નિતી માંગને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા અરજદારો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો ત્યારે આ બાબતે સરકાર અને કર્મચારીઓ વચ્ચે અરજદારો ક્યાં સુધી પીસાઈ છે તે જાેવું રહ્યું.
આ બાબતે આજરોજ ભરૂચ જિલ્લા કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારી મહાસંધ દ્વારા જિલ્લા કલેકટરને વધુ એક વખત રજૂઆત કરી છે.