પેટલાદમાં ભગવાન રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ ખાતે આજરોજ સાંજે પાંચ કલાકે રણછોડજી મંદિરથી ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં શહેરના રામભક્તો અને યુવાનો મોટી સંખ્યામાં જાેડાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળેલ શોભાયાત્રા રાત્રે નવ કલાકે રણછોડજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી.
શોભાયાત્રા શરૂ થતાં પૂર્વે શહેરના મુખ્ય બજારો સ્વયંભૂ બંધ કરી લોકો ભગવાન શ્રીરામજીની સવારીમાં જાેડાયા હતા.
પેટલાદમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન સમસ્ત હિન્દુ સમાજ દ્ધારા કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું પ્રસ્થાન રણછોડજી મંદિરેથી થયું હતું.
જેમાં ડીજેના તાલે યુવાનો જયશ્રી રામ, જય જય શ્રી રામના નારા સાથે જાેડાયા હતા. શોભાયાત્રા તેના નિયત રૂટ મુજબ ચાવડી બજાર થઈ ટાવર પહોચી હતી. જ્યાં હનુમાનજી મંદિરે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા આગળ વધતા અંબામાતા મંદિરે પહોંચી હતી.
જ્યાં અંબાજી મંદિરે પણ આરતી કરવામાં આવી હતી. જે સમયે અંબામાતા મંદિર વિસ્તારના યુવકો દ્ધારા રામભક્તો માટે લસ્સીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યાંથી શોભાયાત્રા આગળ વધતાં પટેલ સોડા ફેક્ટરી, છીપવાડ, નાગરકુવા રોડ, ચાવડી બજાર, ગાંધીચોક, સરદાર ચોક, ટાઉનહોલ થઈ રાત્રે ૯ કલાકે રણછોડજી મંદિર સંપન્ન થઈ હતી.
આ શોભાયાત્રામાં રામભક્તો, યુવાનો, વેપારીઓ, આગેવાનો, પાલિકાના કાઉન્સિલરો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો, ભગવાન શ્રીરામનું કટ-આઉટ, દર્શન માટે પાલખી વગેરે જાેડાયા હતા. સમગ્ર શોભાયાત્રા દરમ્યાન કોઈપણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે ડીવાયેસપીના માર્ગદર્શન મુજબ ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટની રાહબરી હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.