પેટલાદના રંગાઈપુરામાં કાવડયાત્રા અને યજ્ઞ યોજાયા

(તસ્વીરઃ દેવાંગી પેટલાદ) પેટલાદ તાલુકાના રંગાઈપુરા ખાતે તાજેતરમાં કાવડયાત્રાનું આગમન થયુ હતુ. આ કાવડયાત્રા આજુ બાજુના ગામોમાં પરિભ્રમણ કરી રંગાઈપુરા પરત ફરી હતી. આ યાત્રામાં સાધુ – સંતો, રાજકીય આગેવાનો, મંદિરના મહંતો, સરપંચ સહિત ગ્રામજનો જાેડાયા હતા.
રંગાઈપુરા ખાતે રહેતા અને અમૂલના ડિરેક્ટર વિપુલભાઈ પટેલે યાત્રાનું આયોજન કર્યું હતુ. આ પ્રસંગે રણછોડજી મંદિરના મહંત વાસુદેવદાસજી મહારાજ તથા ગણેશ મંદિરના મહંત હરિસેવક દાસજીએ પ્રસંગોપાત આર્શિવચન પાઠવ્યા હતા. ઉપરાંત રંગાઈપુરા પાટીદાર સમાજ દ્વારા વિષ્ણુ યજ્ઞ અને વડિલોનો સન્માન કાર્યક્રમ આયોજન કર્યો હતો.
જેમા પદ્મભૂષણ સ્વામિ સચ્ચિદાનંદનું સન્માન તથા ગામના ૭૦ વર્ષથી વધુ ઉંમરના દરેક સમાજના વડિલોનું સન્માન કરવામા આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રંગાઈપુરા પાટિદાર સમાજના યુવાનો સહિત અમૂલના ડિરેક્ટર વિપુલભાઈ પટેલે કર્યું હતુ.