Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૫૦% વધ્યા

બાંગ્લાદેશમાં આર્થિક સંકટઃ લોકો રસ્તા પર ઉતર્યાં -બાંગ્લાદેશમાં ફ્યૂલની કિંમતોમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિને કારણે થયો છે

(એજન્સી) ઢાકા, બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત જનતાને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાછલી રાત્રે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૫૧.૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફ્યૂલના ભાવમાં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે.

પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે. બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરુ બન્યું છે જેના પગલે હવે આ દેશ પણ શ્રીલંકાના માર્ગ તરફ આગળ વધી રહયો છે. બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં રોષે ભરાયેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે અને ઠેર ઠેર મોટાપાયે તોડફોડ કરતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

રાત્રે ૧૨.૦૦ કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર ઓક્ટેનની કિંમત હવે ૧૩૫ ટકા થઈ ગઈ છે, જે ૮૯ ટકાના પાછલા ભાવથી ૫૧.૭ ટકા વધુ છે. બાંગ્લાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત હવે ૧૩૦ ટકા છે, એટલે કે તેમાં ૪૪ ટકા જેટલો વધારો કરાયો છે.

વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલયે ફ્લૂલની કિંમતોમાં વધારાને લઈને નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિને કારણે આ ર્નિણય થયો છે. ઓછા ભાવ પર ઈંધણ વેચવાને કારણે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે ૮,૦૧૪.૫૧ ટકાનું નુકસાન થયું છે. મંત્રાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફ્યૂલની કિંમત વધવાથી ભારત સહિત ઘણા દેશ પહેલા આ ર્નિણય લઈ ચુક્યા છે.

બાંગ્લાદેશે પોતાના વિદેશી મુદ્રા ભંડારને વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્વ બેન્ક અને એશિયન વિકાસ બેન્ક પાસે ૨ અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. બાંગ્લાદેશની ૪૧૬ અબજ ડોલરની અર્થવ્યવસ્થા વર્ષોથી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વધતી ઉર્જા અને ખાદ્ય કિંમતોએ તેના આયાત બિલ અને ચાલૂ ખાતાની ખોટને વધારી દીધી છે.

રિપોર્ટમાં તેની સાથે જાેડાયેલા લોકોનો હવાલો આપતા કહ્યું કે સરકારે એડીબી અને વિશ્વ બેન્કને પત્ર લખી ૧ અબજ ડોલરની માંગ કરી છે. બાંગ્લાદેશની લોન માંગવાની વિનંતીને લઈને ચર્ચા કરશે. બાંગ્લાદેશી મીડિયાએ કેટલાક દિવસ પહેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે ૪.૫ અબજ ડોલર ઈચ્છે છે, જેમાં બજેટીય અને ચુકવણી સંતુલન સહાયતા સામેલ છે.

નોંધનીય છે કે બાંગ્લાદેશનો કપડા ઉદ્યોગ ચીન બાદ દુનિયાનો નંબર-૨ નિકાસકાર છે. ફેસન બ્રાન્ડ ટોમી હિલફિગર કંપની પીવીએચ કોર્પ અને ઈન્ડિટેક્સ એસએની ઝારાના આપૂર્તિકર્તા પલ્મી ફેશન લિમિટેડે જુલાઈમાં મળેલા ઓર્ડર પાછલા વર્ષની તુલનામાં ૨૦ ટકા ઓછા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.