Western Times News

Gujarati News

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂા.૧૪ સુધીના ઘટાડાની શક્યતા

(એજન્સી)નવી દિલ્હી, હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૮ મહિનાથી નિચલા સ્તરે જાેવા મળે છે. અત્યારે પ્રતિ બેરલ ૮૧ ડોલરથી પણ નીચે આવી ગયો છે. જ્યારે અમેરિકી ક્રૂડ ઓઇલ અંદાજે ૭૪ ડોલર પ્રતિ બેરલ છે. તો આ દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલના ભાવ ઓછા થવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૪ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

તો મે મહિના બાદ પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ઘટીને બેરલ દીઠ ૮૨ ડોલર થઈ ગઈ છે. જે માર્ચ મહિનામાં ૧૧૨.૮ ડોલર હતી. તે મુજબ છેલ્લા ૮ મહિનામાં રિફાઈનિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલની કિંમતમાં ૩૧ ડોલર (૨૭%)નો ઘટાડો થયો છે.

નિષ્ણાતોના મતે દેશની ઓઇલ કંપનીઓ ક્રૂડમાં દર ઇં૧ના ઘટાડા માટે રિફાઇનિંગ પર પ્રતિ લિટર ૪૫ પૈસા બચાવે છે. આ મુજબ જાેઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૪ રૂપિયા પ્રતિ લીટર ઓછો હોવો જાેઈએ. જાે કે નિષ્ણાતોના મત મુજબ સમગ્ર ઘટાડો એક જ વારમાં કરવામાં નહિ આવે.

વર્ષ ૨૦૧૦ના જુન સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર ૧૫ દિવસે તેમાં ફેરફાર થતો હતો. પરંતુ ૨૬ જૂન ૨૦૧૦ પછી સરકારે તેલ કંપનીઓને પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કહ્યુ છે. આવી જ પ્રમાણે ઓક્ટોબર ૨૦૧૪ સુધી ડીઝલના ભાવ સરકાર નક્કી કરતી હતી.

એટલે આ રીતે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪થી સરકારે ભાવ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે.

દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલની જે કિંમતો ચાલી રહી છે તે મુજબ તો ક્રૂડ ઓઇલનું ઈન્ડિયન બાસ્કેટ અંદાજે ૮૫ ડોલર પ્રતિ બેરલ હોવો જાેઈએ પરંતુ આ ભાવ ૮૨ ડોલરની આસપાસ આવી ગયો હોવાથી આ અત્યારે ઓઇલ માર્કિંગ કંપનીઓ પ્રતિ બેરલ (૧૫૯ લીટર) રિફાઈનિંગ પર અંદાજે ૨૪૫ રૂપિયા બચાવ કરતી હશે.

ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીના જણાવ્યા મુજબ સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલ વેંચાણ પર હવે નફો થવા લાગ્યો છે. પરંતુ ડીઝલ પર હજુ પણ ૪ રૂપિયા પ્રતિ લીટર સુધીનું નુક્સાન થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.